સુરતના માતાવાડી ખાતે આવેલા એક એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટમાં આગ લાગવાના પગલે વૃદ્ધ મહિલા દાજી ગયા હતા. વૃદ્ધ મહિલાને ઘરની બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ વિભાગ દ્વારા પાણીનો મા
.
અચાનક ઘરમાં આગ લાગતા ભાગદોડ મચી મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાવાડી ખાતે બહુચર એપાર્ટમેન્ટ આવેલું છે. જેમાં ચોથા માળે 403 નંબરના ફ્લેટમાં પરિવાર રહે છે. આજે સવારે અચાનક ઘરમાં આગ લાગી ગઈ હતી. તેના પગલે ઘરમાં હાજર સૌ કોઈમાં ભાગદોડ મચી ગઈ હતી. આગની જ્વાળા 76 વર્ષના વૃદ્ધા મંજુલાબેન ધીરજલાલ વિરમગામ સુધી પહોંચી જતા દાઝી ગયા હતા. આગ લાગવા અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
વૃદ્ધ મહિલાને સારવાર અર્થે ખસેડાયા આગની જાણ થતા કાપોદ્રા ફાયર વિભાગની બે ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર સુધીર ગઢવીએ જણાવ્યું હતું કે, આ ફ્લેટમાં વૃદ્ધા અને તેના બે દીકરાઓ સાથે રહે છે. અચાનક જ આગ લાગવાના પગલે વૃદ્ધા દાજી ગયા હતા. તેમને ઘરની બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગનો કાફલો પહોંચ્યો ત્યારે વૃદ્ધ મહિલાને રેસ્ક્યૂ કરીને નીચે લાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આગ પાછળનું કારણ અકબંધ આગને પગલે આ એપાર્ટમેન્ટમાં રહેલા લોકોને પણ તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, આ આગના પગલે ફ્લેટમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગનો કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.