ભાવનગર2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાવનગર શહેરના ડોનચોકમા વેપારી ને જૂની અદાવત તથા પોલીસ ફરિયાદ ને લઈને ત્રણ શખ્સોએ આંતરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા વેપારીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન માંથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ડોન ચોકમા આવેલ અર્થ ફ્લેટ બ્લોકનં-302 માં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા હિતેષ પન્નાલાલ ઘોઘારી નું થોડા સમય પૂર્વે ધર્મેશ ઉર્ફે ભોલો વાઘેલા, બ્રિજરાજ ડોડીયા તથા કેતન સોલંકી નામના શખ્સોએ અપહરણ કર્યું હતું, જે અંગે વેપારી હિતેષે આરોપીઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ દરમ્યાન આ કેસ કોર્ટમાં બોર્ડ પર આવતા આરોપીઓ કેસ અંગે