સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામે રામદેવ પીરના મંદિર સામે આવેલા વર્ષો જૂના લીમડાના ઝાડમાં ગઈકાલે સાંજે આગ લાગી હતી. જેને બુઝાવવા કરેલા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા ને બાર કલાક બાદ ઝાડ જમીનદોસ્ત થયું. જેને લઈને ગામના સરપંચ સહિત બચાવ
.
ગઢડા શામળાજી ગામના સરપંચ મહેન્દ્રસિંહ ચૌહાણ સતત બીજીવાર ગામના સરપંચ બન્યા છે. પ્રકૃતિ અને પર્યારાવણ પ્રેમી મહેન્દ્રસિંહ ચૌહાણે 5000 જેટલા ઝાડ ગામમાં અને આસપાસ વિસ્તારમાં વાવેતર કર્યા છે. શુક્રવારે સાંજે ગામમાં આવેલા રામદેવ પીરના મંદિર પરિસરમાં આવેલા વર્ષો જૂના લીમડાના ઝાડમાં ધુમાડો નીકળતો હતો. ત્યાર બાદ એકા-એક આગ લાગી હતી. જેથી ગ્રામજનોએ પાણી છાંટી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.
બીજી તરફ ખેડબ્રહ્મા નગરપાલિકામાંથી રાત્રે ફાયર ફાયટર મંગાવ્યું હતું. જે ટીમે આવીને પાણીનો મારો ચલાવી અંશત આગ બુઝાઈ હતી. રાત્રી દરમિયાન થડ સહિતના ઝાડમાં લાગેલી આગથી લીમડાનું વર્ષો જૂનું ઝાડ રવિવારે સવારે જમીનદોસ્ત થઇ ગયું હતું. જેને લઈને સરપંચ સહિત બચાવ કાર્યમાં જોડાયેલા સૌએ દુ:ખ વ્યકત કર્યું હતું.
આ અંગે ગઢડા ગામના સરપંચ મહેન્દ્રસિંહ ચૌહાણે ટેલીફોનીક વાતચીતમાં દુ:ખ સાથે જણાવ્યું હતું કે, આ લીમડાનું ઝાડ ગામના વડીલોના કહ્યા મુજબ અંદાજે 100 વર્ષથી વધુ જૂનું હતું. આગ લાગ્યાના 12 કલાકે ઝાડ જમીનદોસ્ત થયું છે. આજે સવારે પાણીનો મારો કરીને યુવાનો ઝાડને બચાવી રહ્યા હતા. આખરે જમીનદોસ્ત થયેલા ઝાડને જેસીબી દ્વારા દૂર કરીને તેનું લાકડું એકઠું કરાયું. અગામી દિવસોમાં ગામમાં મંદિરની પ્રતિષ્ઠામાં આ લાકડાનો ઉપયોગ કરીશું.