Updated: Dec 14th, 2023
Image Source: Freepik
જામનગર, તા. 14 ડિસેમ્બર 2023, ગુરૂવાર
જામનગર તાલુકાના વાવ બેરાજા ગામમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ મહિલાઝ કે જેઓને હૃદય રોગનો હુમલો આવ્યા પછી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવા હતા. તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના વાવરાજા ગામમાં રહેતા જનકબેન જટુભા જાડેજા નામના 60 વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ પોતાના ઘેર એકાએક બેશુદ્ધ બની ગયા હતા, જેથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર દિગ્વિજયસિંહ જટુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.