ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કચરાના એકત્રીકરણથી નિકાલ સુધીની તમામ સુવિધાઓ છે. પાટનગરના અંતિમ ધામ પણ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જો કે ગાંધીનગરમાં કોઈ સ્થળે પશુનું મોત થાય તો તેના અંતિમ સંસ્કાર માટેની કોઈ સુવિધા નથી. જેના કારણે મૃતદેહના
.
આજે સ્થાયી સમિતીની બેઠકમાં ભાટ, કોટેશ્વર, નભોઈ, અમિયાપુર, ઝુંડાલ અને ખોરજમાં પાણી પુરવઠાની પાઈપલાઈન – વાલ્વના મેન્ટેનન્સની કામગીરી કરતી એજન્સીની સમય મર્યાદા એક વર્ષ વધારવા નિર્ણય લેવાયો હતો. આ સાથે એજન્સીના જથ્થા વધારા પેટે રૂ.27.76 લાખને મંજૂરી આપવાનું ઠરાવાયું હતું. ઉત્તર ઝોન ખાતે રીફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. રૂ.25.05 કરોડના અંદાજ સામે એલ-1 ભાવ 16.40 ટકા ઊંચા હતા. જેથી રૂ.29.15 કરોડની કામગીરી બાબતે ટેન્ડર મંજૂર કરવાના બદલે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા નિર્ણય લેવાયો છે.
મનપા હસ્તકના વૃંદાવન ગૌધામમાં પશુઓને લીલો ઘાસચારો પૂરો પાડવા માટે આબિદભાઈ સોલંકીને રૂ.178 પ્રતિ મણના ભાવે કામ સોંપવાનું ઠરાવાયું હતું. પોર, અંબાપુર, સરગાસણ, કુડાસણ, રાંદેસણ અને રાયસણમાં આંગણવાડીઓના રીનોવેશન માટે પસંદ થયેલી એજન્સીએ સમયમર્યાદામાં કામ પૂરું કર્યું ન હતું અને મંજૂર ટેન્ડર કરતાં વધુ ખર્ચ થયો હતો.
જેથી આ એજન્સીના એક્સેસ બિલ પેટે રૂ.68.46 લાખ મંજૂર કરવા તથા ત્રણ મહિનાની મુદત વધારી આપવાનો નિર્ણય સ્થાયી સમિતીએ લીધો હતો. ગિફ્ટ સિટી-ભાઈજીપુરા વચ્ચે આવેલા સિગ્નેચર બ્રિજ રોડને ડેવલપ કરવા માટે રૂ.128 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ કામગીરીના પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે એજન્સીની પસંદગી કરવામાં આવી છે.
આ કામ માટે પ્રોજેક્ટ ખર્ચના બે ટકા ચૂકવવામાં આવશે. જૂના સચિવાલયની પાછળ આવેલા મીના બજારના રીડેવલપમેન્ટ માટે કામગીરી શરૂ કરવા અને આ કામગીરી માટે એજન્સીને પ્રોજેક્ટ કોસ્ટના બે ટકા ચૂકવવા નિર્ણય લેવાયો હતો. ગાંધીનગરના બે ઝોનમાં ડોર ટૂ ડોર કલેક્શનની કામગીરી કરતી એજન્સીને ટેન્ડરની શરતો મુજબ દંડ ભરવાનો થતો હતો. એજન્સી દ્વારા દરેક સ્થળે કચરો એકત્ર કરવા માટે સમય નિયત થયેલો છે. આ સમયમાં એક કલાકથી વધુ મોડું થાય તો આવા એક બનાવ દીઠ 1 હજારનો દંડ ભરવાનો થાય છે.
કચરો ઊઠાવવાના કુલ સ્થળના 10 ટકા સ્થળ પર વિલંબ થાય તો તેને કોઈ દંડ થતો નથી. આમ છતાં એજન્સીએ કચરો ઉપાડવામાં વિલંબ કર્ય હોવાથી તેને 8 કરોડનો દંડ ભરવાનો થતો હતો. એજન્સીને દંડની આ રકમમાં રાહત આપવા માટે મનપા તંત્ર દ્વારા ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે આજની સ્થાયી સમિતીમાં આ દરખાસ્તને મંજૂરી આપવાનો નિર્ણય મુલતવી રહ્યો હતો.