માળીયા મીંયાણા પોલીસે કચ્છ-મોરબી હાઈવે પર મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ઓનેસ્ટ હોટલ પાસેથી પસાર થતી એક બોલેરો ગાડીમાંથી દયનીય હાલતમાં 7 પાડા મળી આવ્યા હતા.
.
પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.ગોહિલ અને તેમની ટીમ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સફેદ કલરની બોલેરો ગાડી (નંબર GJ12 CITY 8399)ને રોકી તપાસ કરી હતી. ગાડીના ઠાઠામાં 7 પાડાને ક્રૂરતાપૂર્વક ઠસોઠસ ભરીને લઈ જવાતા હતા.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે – અનવરભાઈ અબ્દુલેમાન શેખ (29, રહે. શેખ વાંઢ ડુમાન્ડો, ભુજ) અને સકલીન હાજીરાયધણ જત (25, રહે. સવાણીવાઢ સેરાડા મોટા ભગાડીયો, ભુજ).
પોલીસે કુલ રૂ. 3.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 7 પાડા (કિંમત રૂ. 21,000), બોલેરો ગાડી (કિંમત રૂ. 3 લાખ) અને બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000)નો સમાવેશ થાય છે. માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
