વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણીને જાણીને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે નો પાર્કિંગ, નો એન્ટ્રી અને ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ બહાર પાડ્યું છે. 31 ડિસેમ્બરે રાત્રે આઠ વાગ્યાથી તમામ પ્રકારના વાહનો માટે કેટલાક વિસ્તારમાં નો પાર્કિં
.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં અને સયાજીગંજ વિસ્તારમાં ડેરીડેન સર્કલ, અલકાપુરી રોડ, ચકલી સર્કલ તેમજ શહેરના બીજા વિસ્તારમાં રોડ ઉપર એકત્રિત થઇ, નવા વર્ષની ઉજવણી કરે છે. આ પ્રસંગે વાહન ચાલકોને અગવડ ન પડે અને ટ્રાફીક સુચારૂ ચાલે તેમજ જાહેર જનતાની સલામતી જળવાય રહે તે હેતુસરથી વડોદરા શહેર પોલીસે નો પાર્કિંગ અને નો એન્ટ્રી જાહેરનામું બહાર પાડ્યું છે.
તમામ પ્રકારના વાહનો માટે “નો-પાર્કિંગ ઝોન” જાહેર નો-પાર્કીંગ અંગે તા.31/12/2024ના રાતે 8 વાગ્યાથી તમામ પ્રકારના વાહનો માટે કાલાઘોડા સર્કલથી કમાટીબાગ રોડ, નરહરી સર્કલ(મહારાણા પ્રતાપસિંહ સર્કલ), સદર બજાર રોડ, જુનાવુડા સર્કલ (ટાઇમ્સ સ્કવેર પેટ્રોલપંપાથી ડાબી બાજુ વળી,સેવન સીઝ મોલ, ફતેગંજ સર્કલથી ડાબી બાજુ વળી, પેવેલીયન સર્કલ (નરહરી કૂવારા સર્કલ) થઇ, નરહરી સર્કલ, કમાટીબાગ મીડલ ગેટ થઇ,કાલાઘોડા સર્કલ સુધીના રોડની બન્ને સાઇડે તેમજ અટલ બ્રિજ ઉપર, અકોટા, દાંડીયાબજાર બ્રિજ રોડ તેમજ ફતેગંજ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો માટે “નો-પાર્કિંગ ઝોન” જાહેર કરવામાં આવે છે.