તાજેતરમાં કારેલીબાગ વિસ્તારમાં કારેલીબાગ વિસ્તારમાં નબીરા રક્ષિત ચોરસિયાએ ઓવરસ્પીડમાં કાર દોડીને 3 વાહનોને હવામાં ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું મોત તથા 7 લોકોને ઇજાઓ પહોંચી હતી. હજુ રક્ષિતકાંડ શમ્યો નથી ત્યારે ઓલ્ડ પાદરા રોડ પર વધુ ઓવરસ્પીડના કરાણે
.
કારચાલકે ધડાકાભેર ટક્કર મારતા વૃદ્ધ પટકાયા શહેરના ઓલ્ડ પાદરા રોડ પરથી ઉમેશભાઇ નાથાભાઇ પટેલ(રહે. રાજારામ સોસાયટી, અકોટા, વડોદરા) પોતાના મોપેડ પર પસાર થતા હતા અને રોડ પર આવેલા મીડિયન કટ પરથી ટર્ન લેવા માટે ઉભા હતા. તે દરમિયાન પાછળ આવતી સ્વિફ્ટ કારના ચાલકે ધકાડાભેર ટક્કર મારી હતી. જેના કારણે 70 વર્ષના વૃદ્ધ રોડ પર પટકાયા હતા. જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
લોકોએ એક કિ.મી. સુધી પીછો કરીને આરોપીને ઝડપી પાડ્યો વૃદ્ધને અફેફેટે લીધા બાદ કાર ચાલક સાહિલ પટેલ (ઉં.25) ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, લોકોએ એક કિ.મી. સુધી પીછો કરીને ઝડપી પાડ્યો હતો અને મેથીપાક ચખાડ્યો હતો અને અકોટા પોલીસને સોંપ્યો હતો. આ ઘટનાને પગલે સ્થળ ઉપર લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. લોકોમાં કારચાલક સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટનાના પગલે સ્થળ પર ડીસીપી ઝોન-2 અભય સોની તથા અકોટા પોલીસની ટીમની પહોંચી ગઇ હતી. પોલીસે કારચાલક સાહિલ નામના યુવકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પોલીસ દ્વારા હજુ પણ ઓવરસ્પીડમાં કાર ચલાવતા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પાંગળી સાબિત થઇ હોય એવી ચર્ચાએ જોર પકડ્યું છે.