શહેરમાં વસતા અકસ્માતો વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં સ્ટાર બજાર પાસે દારૂ પીધેલા કાર ચાલકે ઓવર સ્પીડમાં BMW કાર ચલાવી બીઆરટીએસ રેલિંગ સાથે કાર અથડાવી હતી.અકસ્માતના પગલે સ્થાનિકોએ કાર ચાલકને મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો.પોલીસે કાર ચાલક સામે
.
ઓવરસ્પીડમાં કાર ચલાવી બીઆરટીએસ રેલિંગ સાથે અથડાવી સેટેલાઈટ સ્ટાર બજાર પાસે રવિવારે રાત્રી એક કાર ચાલક ઓવર સ્પીડમાં કાર ચલાવી બીઆરટીએસ કોરીડોરની રેલિંગ સાથે કાર અથડાઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલકને બહાર કાઢી પુછપરછ કરી હતી. જોકે, કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાથી લોકોએ તેને મેથીપાક આપીને પોલીસની ઘટનાની જાણ કરી હતી. ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
અકસ્માતના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા કારચાલકની પૂછપરછ દરમિયાન પોતાનું નામ રજનીકાંત અગ્રવાલ હોવાનું જણાવ્યું હતું.પોલીસે કાર લઈને ક્યાંથી આવતો હતો અને ક્યાં જતો હતો તથા દારૂની મહેફિલ ક્યા કરી હતી તે દિશામાં વધુ પૂછપરછ શરૂ કરી છે. બીજી બાજુ અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક પોલીસે 20 મિનિટ સુધી કામગીરી કરી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.