વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી પર સુરત ઉધના પોલીસે વધુ એક ફરિયાદ દાખલ કરી છે. નાણાં ધીરધારના લાયસન્સનો દુરુપયોગ કરી ફરિયાદી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા અને ફરિયાદીને આ શબ્દો બોલી ધમકી આપી બળજબરીથી રૂપિયા પડાવી લેનાર આરોપી ધર્મેન્દ્ર ઉર્ફેલાલી વિરુદ્ધ
.
ફરિયાદીને 1.20 લાખ રૂપિયા આપ્યા હતા
સરકારી ધારાધોરણ મુજબના દરે વ્યાજ વસૂલ કરવાનું હોય છે પરંતુ, આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે લાલી નાણાં ધીરધારનું લાયસન્સ ધરાવતો હોય તેમ છતાં તેનો દુરુપયોગ કરી લોકો પાસેથી 12થી 20 ટકા વ્યાજ વસૂલતો હતો. વધુ એક ફરિયાદીને માસિક 12 ટકાના દરે રૂપિયા 2 લાખ આપ્યા હતા. આરોપી ધર્મેન્દ્રએ રૂપિયા 80 હજાર વ્યાજ કાપી ફરિયાદીને રૂપિયા 1.20 લાખ રૂપિયા આપ્યા હતા. ફરિયાદીએ રોજના રૂપિયા 2000ના 85 હપ્તા લેખે 1.70 લાખ આપી પણ દીધા હતા અને બાકી રૂપિયા 15,000ના બે હપ્તા એમ રૂપિયા 30,000 ચૂકવી દીધા હતા.
હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી
બાકીના વ્યાજના 2 લાખ ચૂકવી આપ્યા છતાં ફરિયાદી પાસેથી એક્સિસ બેન્કનો કોરો ચેક માંગતા ફરિયાદીએ ના પાડતા તેને જાનથી મારી નાખવાની ધમકી ધર્મેન્દ્રએ આપી હતી. એટલું જ નહીં ફરિયાદી પાસેથી બળજબરીથી રૂપિયા 4.50 લાખ કઢાવી લઈ ફરિયાદી પાસેથી સિક્યુરિટી પેટે એક્સિસ બેન્કના કોરા ચેકમાં 2.5 લાખ લખી કોર્ટમાં ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. લાલી અને તેના માણસ રવિ ફોન કરી તથા મોહનભાઈ અને સુખાન જે બંને ફરિયાદીના ઘરે હપ્તા લેવા માટે આવતા હતા અને હપ્તો ભરવામાં ડીલે થતા હોય એવો ફરિયાદી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તથા ફોન ઉપર ગંદી ગાળો તેમજ હાથ પગ તોડી નાખીશ એવી ધમકી આપતા હતા. આ તમામ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધર્મેન્દ્ર સહિત અન્ય બે લોકો સામે ફરિયાદ
ઉધના પોલીસ મથક માંથી મળતી માહિતી મુજબ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે લાલી ઉપરાંત અન્ય આરોપી રવિ અને મોહન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ધર્મેન્દ્ર ઉર્ફે લાલી ગરીબ લોકોને ઊંચા દરે વ્યાજથી નાણાં આપવાના તથા આપેલ નાણાની સામે દસ ગણા નાણા પરત મેળવી લઈ ત્યારબાદ ભોગ બનનાર લોકો બાકીના નાણા ચુકવી ન શકે ત્યારે સિક્યુરિટી પેટે લીધેલ ચેક ને બાઉન્સ કરાવી ચેક રિટર્ન કેસો કરી ભોગ બનનાર ને કાયદાકીય પ્રોસિજર કરાવી ધરાવી તથા ધમકાવી રૂપિયા ઉઘરાવતો હતો.