જિલ્લાના પાદરા ચોક્સી બજારમાં આવેલી SBI બ્રાન્ચના તત્કાલીન મેનેજર સામે કોઇપણ પ્રકારની ચકાસણી વગર રૂપિયા 7.50 લાખની મુદ્રા લોન આપી દેવાની વધુ એક ફરિયાદ પાદરા પોલીસ મથકમાં નોંધાઇ છે. એક પછી એક નોંધાઇ રહેલી ફરિયાદોને જોતા આ મુદ્રા લોનનુ મોટું કૌભાંડ બહા
.
પાદરા પોલીસ મથકમાં SBI બ્રાન્ચ મેનેજર દિલીપકુમાર બાબરભાઇ બામણીયાએ નોધાવેલી ફરિયાદ અનુસાર વિગત એવી છે કે, પ્રધાનમંત્રી મુદ્રાલોન હેઠળ લધુ ઉદ્યોગોને રૂપિયા 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. 2022માં મેસર્સ વિશ્વકર્મા ફર્નિચરના પ્રોપ્રાઇટર હરીશચંદ્ર રામેશ્વર સુથાર દ્વારા બેંકમાં કેશ ક્રેડિટ લોન અને ટર્મ લોન માટે અરજી કરવામાં આવી હતી. તે વખતના બેંક મેનેજર સુનિલકુમાર સિન્હાએ ફર્નિચરના ધંધા માટે રૂપિયા 7.50 લાખની મુદ્રા લોન મંજુર કરી હતી.
આમ, હરીશચંદ્ર સુથારે કુલ રૂપિયા 7.50 લાખની લોન મેળવી હતી, જે તેણે ભરપાઇ કરી ન હતી. દરમિયાન બેંક મેનેજર સુનિલ કુમાર રીટાયર્ડ થઇ ગયા હતા. તે પહેલા હરીશચંદ્ર સુથારની ત્યાં તપાસ કરતા ધંધાકીય સ્થળ પર સ્ટોક સ્ટેટમેન્ટ અનુસાર ચીજ વસ્તુઓ અને મોર્ગેજમાં મુકેલ સામાન મળી આવ્યો ન હતો.
જે અંગે આરોપીએ જવાબ આપ્યો કે, તેમનું એકાઉન્ટ માર્ચ, 2021માં એનપીએ થઇ ગયું છે અને તે અંગેની નોટિસો પણ આપવામાં આવી હતી. જુલાઇ, 2022માં બેંકની આંતરિક ઓડીટમાં લોનને સસ્પેક્ટેડ ફ્રોડની કેટેગરીમાં મુકવામાં આવી હતી. લોન બાબતે વધુ તપાસ કરતા તત્કાલિન બેંક મેનેજર સુનિલકુમાર સિન્હાએ લોન આપતા પહેલા પ્રિ-ઇન્સ્પેક્શન અને બાદમાં પોસ્ટ-ઇન્સ્પેક્શન કર્યું ન હતું. તથા કસ્ટમર પાસેથી સ્ટોક સ્ટેટમેન્ટ પણ લીધું ન હતું અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી પણ કરી ન હતી.
આ અંગે બેંકના લીગલ એડવાઇઝર દ્વારા પાદરા કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરવામાં આવી છે. જે ઇન્કવાયરી ચાલી જતા કોર્ટે ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. જે હુકમના આધારે પાદરા પોલીસ મથકમાં વિશ્વકર્મા ફર્નિચરના પ્રોપરાઇટર હરીશચંદ્ર રામેશ્વર સુથાર (રહે. 302, સહજ સાનિધ્ય, વેમાલી રોડ, વડોદરા), તત્કાલીન મેનેજર સુનિલકુમાર સિન્હા (રહે. બી-1, તપોવન અક્ષરધામ, જલ્પાગુરી, જ્યોતિનગર) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.