સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા છે અને પોલીસનો ભય ખતમ થઈ ગયો હોય તેમ જણાય આવે છે. હજી પાંડેસરા વિસ્તારમાં થયેલી બીભસ્ત છેડતીની ઘટના તાજી હતી ત્યારે હવે હજીરા વિસ્તારમાં બે શખસોએ મહિલાની ઘરમાં ઘૂસી તેના કપડાં ખેંચીને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરી અ
.
મહિલાએ હજીરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં વાદરૂ ઉર્ફે ઋત્વિક ઉર્ફે સ્નેહલ સંજયભાઈ પટેલ (રહે. બાગવાળી શેરી, હજીરા ગામ, તાલુકો ચોર્યાસી) અને કિશન લખુભાઈ પટેલ (રહે. સરદાર ચોકની સામે, હજીરા ગામ, ચોર્યાસી) વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે.ફરિયાદ મુજબ, 3 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરના સમયે, જ્યારે મહિલા ઘરમાં એકલી હતી, ત્યારે વાદરૂ ઉર્ફે ઋત્વિક અને કિશન બાઈક પર આવ્યા અને ઘરમાં ઘૂસીને ગાળો બકી મહિલાની સાડી ખેંચીને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરી. પણ મહિલા કોઈ રીતે ભાગીને ઘરની બહાર નીકળી ગઈ. બે શખસો પણ તેની પાછળ દોડી ગયા અને જાહેરમાં તેની સામે બીભસ્ત હરકતો કરી. તેઓએ જાહેરમાં પોતાના કપડાં ઉતારી આપી અપમાનજનક ઈશારા કરીને મહિલાને હેરાન કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. હજીરા પોલીસ સ્ટેશનમાં મહિલાની ફરિયાદના આધારે છેડતી અને અપમાનજનક વર્તનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ક્રાઇમ બ્રાંચે 12 ગુનાઓના ભેદ ઉકેલ્યા મોડી રાત્રે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરીના વાહનોનો ઉપયોગ કરી ઘરોમાં ચોરી અને મોબાઈલ ચોરી કરવામાં રીઢા આરોપીઓ મોનારામ (મનોજ) ઉર્ફે જેફાજી રાઠોડ અને અંકુશ (અંકુ) ઉર્ફે અંકુ સુખદેવ દ્રીવેદી સહિત બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. આ ચોરીના આરોપીઓ પાંડેસરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવ્યા હતા, જયાં તેઓ પાસેથી રૂ.4,14,500 ની ચોરીના મુદ્દામાલ, જેમાં ૨૧ મોબાઈલ ફોન, 5 મોટર સાઇકલ, 1 લેપટોપ અને 1 ફાયરવોલ મળી આવ્યા.આ ગુનાઓમાં મોનારામ (મનોજ)ના ગુનાહિત ઇતિહાસમાં અનેક ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ, વાહન ચોરી અને મોબાઈલ ચોરીનો સમાવેશ થાય છે. અગાઉ તે અમદાવાદ રેલ્વે પોલીસના હાથોમાં 45 મોબાઈલ ફોન સાથે પકડી પડેલો હતો, અને ત્યાં ત્રણ મહિના સજા અને 8 મહિના વડોદરા જેલમાં પણ કાપી ચૂક્યો છે. આ આરોપી હાલમાં સુરત શહેરમાં ભટકીને ફરીથી ચોરીના ગુનાઓમાં સામેલ હતો. તેમની ધરપકડ પછી, કુલ 12 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યા છે, જેમાં 6 વાહન ચોરી, 3 ઘરફોડ ચોરી અને 3 મોબાઈલ ચોરીના ગુનાઓનો સમાવેશ થાય છે. આ ગુનાઓ સુરતના વિવિધ વિસ્તારોમાં નોંધાયા હતા.
પુણામાં પાડોશીએ ઘરમાં ઘૂસી યુવતી પર બળાત્કાર ગુજાર્યો શહેરના પુણાગામ વિસ્તારમાં અમેજિયા વોટર વર્કર પાસે આવેલ સુમન સંગીની આવાસમાં રહેતી યુવતી ગતરોજ બપોરના સમયે ઘરમાં એકલી હતી ત્યારે તેના પાડોશમાં રહેતા યુવકે ઘરમાં ઘૂસી જઈ તેની સાથે બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહી પરંતુ આ વાતને જાણ કોઈને કરશે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવને પગલે ભોગ બનનાર યુવતીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, પુણાગામ વિસ્તારમાં અમેજિયા વોટર પાર્ક પાસે આવેલ સુમન સંગીની આવાસમાં રહેતો ભુપત મગનભાઈ મકવાણા સામે પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવા પામી છે. ગત 3 ફેબ્રુઆરીના રોજ ભુપત મકવાણા ની બિલ્ડીંગ માં રહેતી યુવતી ઘરમાં એકલી હતી. આ વાતની જાણ ભુપતને થઈ હતી અને યુવતી ઘરના અંદરના રૂમમાં હતી ત્યારે પોતે ઘરમાં ઘૂસી જઈ દરવાજો બંધ કરી દીધો હતો.
યુવતીએ ઘરમાંથી ભાગવાની કોશિશ કરી હતી પરંતુ, ભુપતે તેને જબરજસ્તીથી પકડી લઈ તેની સાથે બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બાદમાં પોતે આ વાતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો. આ બનાવને પગલે આખરે ભોગ બનનાર યુવતીએ પરિવારને સઘળી હકીકત જણાવ્યા બાદ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભુપત મકવાણા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા યુવકે તેની કૌટુંબિક બહેન પર દાનત બગાડી હતી. અવારનવાર બદ ઈરાદા થી પીછો કરીને તેણીને હેરાન પરેશાન કરતો હતો. એટલું જ નહી પરંતુ એકવાર મહિલા શૌચાલયની અંદર પણ ઘુસી આવી તેની છેડતી કરી હતી. જેથી આખરે યુવતીએ કૌટુંબિક ભાઈને સમજાવવા જતા તેને એલફેલ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે છેડતીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.