ભુજ નગરપાલિકાઅે અે.પી.અેમ.સી.ને 1 કરોડ 16 લાખ 10 હજાર 572 રૂપિયા અને જથ્થાબંધ બજારને 1 કરોડ 23 લાખ 75 હજાર 730 રૂપિયાની ચડત બાકી રકમનો મિલકત વેરો વેળાસર ભરી જવા નોટિસ ફટકારી હતી.
.
ભુજ શહેરમાં ભૂકંપ પછી અેગ્રીકલચરલ પ્રોડક્ટ માર્કેટ કમિટી અેટલે કે અે.પી.અેમ.સી.ની 325 ઉપરાંત નાની મોટી દુકાનો બની છે. જેને નગરપાલિકાના ચોપડે ચડ્યા બાદ વર્ષ 2012/13થી મિલકત વેરો ભરતી નથી, જેથી ભુજ નગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા દર હિસાબી વર્ષના અંતે માર્ચ મહિનામાં ચડત બાકી રકમ ભરી જવા નોટિસો ફટકારવામાં અાવે છે. પરંતુ, અેક યા બીજા કારણો અાગળ ધરીને હજુ સુધી રકમ ભરાઈ નથી. જોવા જેવું અે છે કે, ભુજ નગરપાલિકા અને અે.પી.અેમ.સી.માં ભાજપના કાર્યકરો અને અાગેવાનો દબદબો છે. પરંતુ, નિવેડો લાવવાને બદલે વણઉકેલી રાખવામાં અાવે છે. અેવી જ રીતે જથ્થાબંધ બજારમાં પણ 350 જેટલી દુકાનો છે. ત્યાં પણ અે.પી.અેમ.સી. જેવો જ તાલ છે. કેટલાક અાગેવાનો તો નગરપાલિકા અને જથ્થાબંધ બજાર ઉપરાંત અે.પી.અેમ.સી. સાથે પણ હોદ્દાની રૂઅે પ્રત્યક્ષ કે પરોક્ષ સંકળાયેલા છે. પદ પ્રતિષ્ઠા તો ભોગવી લે છે. હોદ્દાની રૂઅે બને અેટલા વધુને વધુ લાભો પણ મેળવી લે છે. પરંતુ, ઉકેલ લાવવામાં રસ રુચિ દાખવતા નથી, જેથી પ્રશ્ન થાય છે કે, જિલ્લા ભાજપ કાર્યાલય અે મુદ્દે કેમ માૈન સેવી લે છે.
બીજી બાજુ નિયમિત વેરો ભરનારા મિલકત માલિકો સવાલ કરી રહ્યા છે કે, જેઅો વેરો ભરતા નથી અેમની સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી? વળી રાજકોટ સ્થિત પ્રાદેશિક નિયામકની કચેરીઅેથી પણ કડક કાર્યવાહીનો નિર્દેશ મળ્યો છે, જેથ હવે શહેરના દસેક પોઈન્ટ ઉપર બાકીદારોના નામવાળું બોર્ડ લગાડવાનું નક્કી કરાયું છે. અેટલું જ નહીં પણ બંને સંસ્થાના સેક્રેટરી અને પ્રમુખને તેમની ચેમ્બર ઉપરાંત અન્યના પાણી, ગટર સહિતના જોડાણ કાપવા સહિતની કડક કાર્યવાહીને પણ ચિમકી અાપી છે.