વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા સમયથી અટવાયેલી એક્ઝિક્યુટીવ કાઉન્સિલની રચનામાં અંતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કોમન યુનિવર્સિટી એક્ટ હેઠળ યોજાયેલી આ પ્રક્રિયામાં યુનિવર્સિટી દ્વારા મોકલાયેલા ચાર નામોમાંથી માત્ર ડૉ.
.
રાજ્ય સરકારના આ નિર્ણય પછી છેલ્લા એક વર્ષથી અટવાયેલી એક્ઝિક્યુટીવ કાઉન્સિલની બેઠક હવે બોલાવી શકાશે. કાઉન્સિલના મંચ પર યુનિવર્સિટીના શૈક્ષણિક તથા સંચાલકીય મામલાઓ અંગે નોંધપાત્ર નિર્ણયો લેવામાં આવી શકશે, અને ટલ્લે ચઢેલા પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે.યુનિવર્સિટીના આંતરિક રાજકારણના કારણે છેલ્લા એક વર્ષથી એક્ઝિક્યુટીવ કાઉન્સિલની રચના અટકી રહી હતી. જાન્યુઆરી 2024માં યુનિવર્સિટી દ્વારા સરકારને ડૉ. કશ્યપ ખરચીયા, ડૉ. કેતન દેસાઈ, સંજય લાપસીવાલા અને સી.એ. સંઘવીના નામ મોકલવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવને સરકાર દ્વારા મંજુરી ન મળતા એક વર્ષથી આ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. આ સમયગાળા દરમિયાન એક્ઝિક્યુટીવ કાઉન્સિલની એકપણ બેઠક યોજાઈ ન હતી, જેનાથી યુનિવર્સિટીના શૈક્ષણિક અને વિકાસકામ પર નકારાત્મક અસર પડી હતી.
આંતરિક રાજકારણના કારણે કાઉન્સિલની રચનામાં વિલંબ થવાનું પ્રથમવાર થયું નથી. યુનિવર્સિટી સંચાલનમાં રાજકીય હસ્તક્ષેપનો પ્રભાવ અહીં સ્પષ્ટ જણાય છે. હવે નવી કાઉન્સિલ કાર્યરત થતાં શૈક્ષણિક નીતિઓથી લઈને વિકાસ યોજનાઓ સુધીના નિર્ણયો માટે આ મંચ ઉપયોગી સાબિત થશે.બીજી તરફ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલમાં ખાલી બેઠકોની સમસ્યા હજુ યથાવત છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કુલ 18માંથી 8 બેઠકો અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલમાં 22માંથી 9 બેઠકો ખાલી છે. જેની સામે, તાજેતરમાં અમિત ગજ્જર, હરી અરોરા અને ડૉ. કપિલા મનોજ સહિતના સભ્યોની નવી નિમણૂક કરવામાં આવી છે.