અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે શૈક્ષણિક વર્ષ 2024-25ની નવી બેન્ચના વિદ્યાર્થીઓનું સ્વાગત કરતાં ઑરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીના હરિયાળા કેમ્પસમાં સ્થિત સેન્ટ્રલ પ્લાઝા
.
અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના પ્રિન્સિપલ ડો. અમિતા પીટરે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. ઈન્સ્ટીટ્યૂટના વિવિધ વિભાગોના હેડ અને ફેકલ્ટી સભ્યોએ પોતાનો પરિચય આપ્યો હતો અને પ્રત્યેક વિભાગની કામગીરી વિશે માહિતી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે કોલેજ ટૂરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ઈન્સ્ટીટ્યૂટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરી, લાઈબ્રેરી અને અન્ય સુવિધાઓ બતાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અભ્યાસક્રમ વિશે પણ જણાવવામાં આવ્યું હતું, જેમાં અભ્યાસક્રમની વિગતવાર માહિતી અને આકરણી-મૂલ્યાંકનની રીતો અને પ્રક્રિયા પણ જણાવાઈ હતી.
ઑરિએન્ટેશન પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ઈન્સ્ટીટ્યૂટના શૈક્ષણિક અને સાંસ્કૃતિક માહોલથી પરિચિત કરાવવાની તેમજ યુનિવર્સિટી દ્વારા પ્રદાન કરવામાં આવતી વિવિધ મેન્ટરશીપ પહેલોને સમજવા ઉપરાંત પ્રોડક્ટિવ એકેડેમિક જર્નિ શરૂ કરવાની ઉત્તમ તક સમાન રહ્યો હતો.