દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કો
.
IPS અધિકારીની બદલી આવતા જ ગુરૂ ચેલાની જોડી છૂટી પડી ગઈ પોલીસબેડામાં ક્યાંકને ક્યાંક કોઈ પોતાના સિનિયરને કારણે જ સારી કે ખોટી જગ્યાએ ગોઠવાતા હોય છે. તેમાં પણ ખાસ કરીને આ જોડી એટલી ખાસ બની જાય છે કે તેઓ ગુરુ ચેલા તરીકે ઓળખાતા થઈ જાય છે. તેમના ગુરુ કહે અને ચેલા તે પ્રમાણે ઘણી વખત વર્તન કરવા લાગતા હોય છે. જોકે, હમણાં થયેલી IPS અધિકારીઓની બદલીમાં આવા બે IPS અધિકારી છે જેઓ સિનિયર IPS અધિકારીને પોતાના ગુરુ તુલ્ય માનીને કામ કરતા જુનિયર IPS અધિકારીની પણ બદલી થઈ ગઈ છે. ખાસ કરીને આ બાબતમાં એવું કહી શકાય કે કેટલાક ટપોરીઓને પોતાની ઓફિસની આસપાસ ફરવા દેવામાં અને બેસાડી રાખવામાં આ ગુરુ ચેલા જેવા અધિકારીઓને ફાવટ આવી ગઈ હતી અને હવે આ ગુરુ ચેલા બંને સાઇડ ટ્રેક થઈ ગયા છે.
IPS અધિકારીઓની બદલી આવી પણ હજી જેમના નામ નથી આવ્યા તેઓ ઉચાટમાં અમદાવાદ શહેરમાં તાજેતરમાં આવેલી IPSની બદલીમાં અધિકારીઓની બદલીનો ઓર્ડર થયો અને આ અધિકારીઓ પહેલાંથી જ ક્યાંક બીજે જવાના પ્રયાસમાં હોય તેવું પણ ચર્ચામાં હતું. જોકે, આ બધા સાથે અમદાવાદમાં હજી પણ કેટલાક એવા અધિકારીઓ છે જેમને બદલી થવાની દહેશત છે અને તમની ખરેખર બદલી અટકી જાય તેવા પ્રયાસ પણ ક્યાંકને ક્યાંક થઈ રહ્યા છે, ત્યારે હજુ એક લિસ્ટ આવવાનું છે જેમાં તેમનું નામ ન આવે તે માટે તેઓ ચિંતામાં છે. આ બધા સાથે હજુ પણ ઘણા એવા અધિકારીઓની બદલી થશે જેમને ખબર જ નથી કે તેઓ ફરીથી અહીં આવશે કે નહીં. જેના કારણે તેઓ સતત ચિંતા અને ઉચાટમાં રહ્યા કરે છે.
સુરત પોલીસના અધિકારીઓ પ્રજાનું કામ છોડી ભાગીદારીના ધંધામાં ઘૂસ્યા સુરત પોલીસના અધિકારીઓ મોટાભાગે હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, વ્યાજનો ધંધો કરનારા, ટેક્સટાઇલમાં સંચા ખાતા કે, લુમ્સના કારખાનામાં ભાગીદાર થઈને વેપાર ધંધો કરી રહ્યા છે. શહેરના ઘણા ખરા રીયલ એસ્ટેટ સાથે જોડાયેલા બિલ્ડરો સાથે પણ પોલીસ અધિકારીઓની ભાગીદારીની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સુરતના પોલીસ અધિકારીઓ પોતાની સત્તાનો ઉપયોગ કરીને ભાગીદાર બનીને ધંધામાં ઘુસ મારવામાં સફળ થઈ રહ્યા છે. આ વાત ગૃહમંત્રી સુધી પણ પહોંચાડી દેવામાં આવી છે. શહેરના એક ઉચ્ચ અધિકારીની પોશ વિસ્તારમાં ચાલતા ગેમઝોનમાં ભાગીદારી હોવાની વાતને લઈને અનેક ખુલાસા સામે આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા આ ગેમઝોન ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી ન હતી.
જુગાર ક્લબ પર દોરડા પાડી ટંકારાના PIએ આઠ આંકડામાં મોટો તોડ કરી નાખ્યો ટંકારા નજીક હોટલમાં ચાલતી જુગાર ક્લબ પર પોલીસે કરેલા દરોડા બાદ ટંકારા પોલીસ સ્ટેશનના PIએ આઠ આંકડાની રકમમાં તોડ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજ્યના પોલીસવડા સુધી તોડકાંડની માહિતી પહોંચતા જ તેમના દ્વારા સમગ્ર મામલાની તપાસ SMCના વડાને સોંપવામાં આવી અને ખુદ SMCના વડા તેમજ DySP તપાસ અર્થે ટંકારા દોડી ગયા હતા. તપાસ શરૂ કરી અને લાગતા વળગતા લોકોના નિવદેન નોંધવામાં આવ્યા હતા. હવે આ કેસમાં આગળ PI તેમજ કોન્સ્ટેબલ સામે ACBમાં ફરિયાદ દાખલ કરવામાં આવી શકે તેવી પણ ચર્ચા શરૂ થઈ છે. કારણ કે, તોડની રકમ મોટી છે અને કોઇપણ કેસમાં રૂપિયા સ્વિકાર કરવા એ એક પ્રકારની લાંચ માનવામાં આવે છે માટે ACBમાં પણ ફરિયાદ થયા તો નવાઇ નહીં. જોકે, તપાસના અંતે આ હાઈપ્રોફાઈલ જુગાર કેસમાં શું નવાજુની થશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ઉલ્લેખનીય છે કે, એક ચર્ચા એવી પણ છે કે, આ કેસમાં તોડકાંડમાં અમુક રકમ રાજકોટ અને અમુક રકમ મોરબી ખાતેથી માંગવામાં આવી હતી. આ રકમ કોના દ્વારા આપવામાં આવી તે દિશામાં પણ તપાસ થઈ શકે તેમ છે, ત્યારે હાલ આ કેસમાં તાત્કાલિક અસરથી પીઆઇ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લા આખામાં મોટા પાયે અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે.
BZની તપાસમાં રસ દાખવતા અધિકારીની બદલી બાદ હવે આરોપીને કોણ પકડશે BZના કર્તાહર્તા આરોપી ભુપેન્દ્ર ઝાલા સામે ગાળીયો ઘસવા પાછલ અનેક ચર્ચા અને સમીકરણો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને રાજકીય કારણના કરાણે આ સમગ્ર કેસમાં કડક તપાસ થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું હતું. આ બધુ ચાલી રહ્યું હતું તે સમયે તપાસ આરોપી સુધી પહોંચી રહી હતી અને ઘણા રાજ ખુલી રહ્યા હતા તેવા સમયે જ સિનિયર IPS અધિકારીની બદલી થઈ ગઈ અને હવે આ સમગ્ર મામલે શું થશે તેવો પ્રશ્ન આવીને ઉભો રહી ગયો. કારણ કે, સિનિયર IPS અધિકારી જાતે જ આખા કેસનું મોનિટરિંગ કરતા હતા અને ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરવા માટે પ્લાનિંગ કરી દીધું હતું. પરંતુ હવે તેઓ બદલાઈ જતા કોણ આગેવાનીનો ઝંડો પકડશે તેના પર ચર્ચા થઈ રહી છે. BZના મુખ્ય આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામ કરી રહી હતી ત્યારે ટીમનું સંચાલન કરતા કેપ્ટનની જ બદલી થઈ ગઈ.
સૌરાષ્ટ્રના એક પોલીસકર્મીએ ગોવાના કેસીનોમાં ભાગ કર્યો ને નોકરી જવાનું બંદ કરી દીધું કેટલાક પોલીસ કર્મચારીઓની વાત આવે અને તેઓ મોટા પ્લેયર ના હોય તેવું માનવામાં જ ન આવે. અત્યાર સુધીના કારોબારમાં તેઓ પોતાની નોકરી કરતાં વધારે પોતાના બે નંબરના ખેલમાં રચ્યા પચ્યા હોય છે આવી જ એક વિગત હાલ ચર્ચામાં છે. સૌરાષ્ટ્રમાં કામ કરતા પોલીસ કર્મચારી હવે કેસીનોના કારોબારી સાથે સંપર્કમાં આવ્યા અને પોતે તેના ભાગીદાર હોય તેમ વર્તન કરવા લાગ્યા છે. એટલું જ નહીં હવે તો તે રોલો પાડવા એમ કહે છે કે આપડે તો નોકરી જતા જ નથી. રૂપિયાની કોઇ કમી નથી. ક્યારેક તો મહેમાન બનો કસીનોના. આ વાત હાલ ચર્ચામાં છે પણ જો ખરેખર આ વાતની તપાસ થયા તો ખુબ ચોંકાવનારા તથ્ય સામે આવી શકે છે.
IPSની બદલીમાં રાજકોટના એકપણ અધિકારીનું નામ ન આવતા ઉચાવટ જોવા મળ્યો તાજેતરમાં રાજ્યમાં 25 IPS અધિકારીઓની આવેલી બદલીના લિસ્ટમાં રાજકોટ શહેરના એકપણ IPS અધિકારીની બદલી ન થતા હવે આ અધિકારીઓમાં ઉચાવટ જોવા મળી રહ્યો છે. કારણ કે, આ અધિકારીઓએ પોતાની બદલી નિશ્ચિત હોવાનું પોતાના લાગતા વળગતાઓ સુધી વાત પહોંચાડી દીધી હતી અને હવે જો બીજા લિસ્ટમાં તેમનું નામ આવશે તેમ કહી વાતને પાછી વાળી રહ્યા છે. જોકે, હવે આ બીજું લિસ્ટ ક્યારે આવશે તેની રાહ જોવાઈ રહી છે. કારણ કે, એક-બે અધિકારીએ તો ચોક્કસ જગ્યા માટે માગણી કરી હતી પરંતુ હવે એ જગ્યાએ તેમને સ્થાન મળી શક્યું નથી માટે હવે બીજા લિસ્ટમાં ક્યારે અને ક્યાં સ્થાન મળે છે તેની રાહ જોવાઈ રહી છે. ચર્ચા તો એવી પણ થઈ રહી છે કે, હવે બદલીમાં નામ આવશે કે કેમ તેનો પણ અધિકારીને અને તેમના નજીકના વર્તૃળોને મનમાં સવાલ ઉદભવી રહ્યો છે. જોકે, બીજું લિસ્ટ આવશે એ વાત નિશ્ચિત છે, પરંતુ તેમાં કોને ક્યાં સ્થાન મળસે તે જોવું મહત્વનું રહેશે.