ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે રેગ્યુલર ક્રેડરના સરકારી વકીલોનું ગુજરાત સરકાર માન્ય આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરનું એસોસિયેશન બનેલું છે. જે એસોસિયેશનની દર બે વર્ષે ચૂંટણી યોજાય છે. જેમાં ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મદદનીશ સરકારી વકીલોએ હાજર
.
કીરીટ ચૌધરી, પ્રમુખ
આ ચૂંટણી કેન્ટોનમેન્ટ કોમ્યુનિટી હોલ, શાહીબાગ, અમદાવાદ ખાતે યોજાઇ હતી જેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં કિરીટભાઈ ચૌધરી પ્રમુખ તરીકે , જેકી ઓઝા સહમંત્રી પદ તરીકે, તુષાર બારોટ મહામંત્રી તરીકે, પ્રજ્ઞાબેન પ્રજાપતિ ખજાનચી તરીકે, ધર્મેશભાઈ ઠાકોર ઉપપ્રમુખ તરીકે વિજય થયા છે. જ્યારે પૂજાબેન જોશી મહિલા પ્રતિનિધિત્વ તરીકે બિનહરીફ જાહેર થયા છે.
જેકી ઓઝા, સહ મંત્રી
આ ચૂંટણીમાં 582 જેટલા મદદનીશ સરકારી વકીલમાંથી 293 મદદનીશ સરકારી વકીલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જોઈન્ટ ચૂંટણી કમિશનર તરીકે મનીષા સેંદર, ડી. સી.ગોસ્વામી અને તૃપ્તિ વ્યાસે નિષ્પક્ષ રીતે ચૂંટણીનું આયોજન કર્યું હતું. જીતેલા મેમ્બર્સ યુનિયનના પ્રશ્નોને લીગલ વિભાગ સમક્ષ રજૂ કરીને તેમની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે.
તુષાર બારોટ, મહામંત્રી
પ્રજ્ઞા પ્રજાપતિ, ખજાનચી