વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં આજે એક ભાવુક કાર્યક્રમ યોજાયો. શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
.
વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ તેમના શાળા જીવનની યાદગાર ક્ષણો વાગોળી. તેમણે શાળા પ્રવેશથી લઈને આજ સુધીના સંસ્મરણો યાદ કર્યા. આ ક્ષણો યાદ કરતાં વિદ્યાર્થીઓ ભાવવિભોર બની ગયા હતા.
કાર્યક્રમમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. તેમણે વિદ્યાર્થીઓના આગામી શૈક્ષણિક કારકિર્દી માટે શુભકામનાઓ આપી હતી.







