વાંકાનેરમાં દાતરપીરની દરગાની પાછળ ગાયત્રી મંદિર સામે રહેતા યુવાન સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને મંદિરે ગયેલા તેના દીકરાને લાફો માર્યો હતો. જેથી કરીને યુવાન સહિતના તેના પરિવારના લોકો સામેવાળાઓને સમજાવવા માટે ગયા હતા. ત્યારે છરી, પાઇપ અને ધોકા વડે હ
.
વાંકાનેરમાં દાતરપીરની દરગાની પાછળ ગાયત્રી મંદિર સામે રહેતા પીન્ટુભાઇ જીણાભાઇ મળદરીયા (ઉં.28)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શૈલેષભાઇ ગંગારામભાઇ ચારોલીયા અને સંજયભાઇ ગંગારામભાઇ ચારોલીયા (રહે. બંને ગાયત્રીમંદિર પાસે વાંકાનેર) તેમજ ગંગારમભાઇ નાજાભાઇ ચારોલીયા અને હકુભાઇ ગંગારમભાઇ ચારોલીયા (રહે. બંને સીંધાવદર તરફ જતા રસ્તા ઉપર વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીઓને ફરીયાદી સાથે અગાઉ ઝગડાઓ થયેલા છે. જેનું મનદુ:ખ રાખીને ગત તા. 26/1224ના રોજ ફરિયાદીનો દrકરો વિક્રમ ઉર્ફે રાજવિર મંદિરમાં દિવા અગરબldતી કરવા માટે ગયો હતો. ત્યારે આરોપી શૈલેષભાઇ ગંગારામભાઇ ચારોલીયાના સામે જોતાં “સામું કેમ જોવે છે” તેમ કહી લાફો માર્યો હતો.
ફરિયાદી તથા સાહેદ તેઓને સમજાવવા માટે ગયા હતા. ત્યારે આરોપી શૈલેષભાઇ ગંગારામભાઇ ચારોલીયાના હાથમાં છરી હતી અને ગંગારમભાઇ નાજાભાઇ ચારોલીયાના હાથમાં લોખંડનો પાઇપ, સંજયભાઇ ગંગારામભાઇ ચારોલીયાના હાથમાં લોખંડનો પાઇપ અને હકૂ ચારોલીયાના હાથમાં લાકડાનો ધોકો હતો. ફરિયાદીને શૈલેષભાઈ અને ગંગારામભાઈએ છરી તથા ધોકા વડે માર માર્યો હતો. બંને હાથમાં તેમજ માથામાં ઇજા કરી હતી. સંજયભાઇએ સાહેદ જીલુબેનને લોખંડના પાઇપ માથામાં માર્યો હતો અને હકૂભાઈએ સાહેદ રેખાબેનને માથામાં પાઇપ માર્યો હતો. તેમજ ફરિયાદીની પત્ની સાહેદ હિરુબેનને આડેધડ ઢીકાપાટુંનો માર મારી ઇજા કરી હતી. ફરિયાદી સહિતનાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી કરીને ભોગ બનેલા યુવાન સહિતનાઓને સારવારમાં લઈ ગયા હતા. હાલમાં યુવાને નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.