પાટડી પાસે શંકરપરામાં છુટ્ટા પથ્થરોથી હુમલો કરાતા સાત શખશો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં એક મહિલા સહીત કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત બનતા હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
.
પાટડીના શંકરપરામાં રહેતા બાબુભાઇ વેલાભાઈ સોમાભાઈ સુરેલા આઠમના નિવેદ કરી પરત આવી રહ્યા હતા. ત્યારે બાબુભાઇના પિતા વેલાભાઈ સોમાભાઈ સુરેલા માતાજીના ભુવા હોઈ આરોપીઓ એમને ગાળો આપતા હોઈ બાબુભાઇ સુરેલાએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા સાત શખશોએ એકસંપ કરી છુટ્ટા પથ્થરો વડે હુમલો કરતા બાબુભાઇ સુરેલાને જમણા ગાલની અંદર ભાગે અને ટીનાભાઇ વેલાભાઈને ડાબા પડખામાં મુંઢમાર તથા અનિતાબેનને માથાના ભાગે તથા લાલાભાઇને માથાના ભાગે છુટ્ટા પથ્થરોના ઘા મારી ઇજા કરતા તમામ ઈજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પાટડીના શંકરપરામાં રહેતા બાબુભાઇ વેલાભાઈ સુરેલાએ પાટડીના રાજુભાઈ હીરાભાઈ, સુનિલભાઈ રાજુભાઈ, દેવાભાઇ મગનભાઈ, ટીનાભાઇ દેવાભાઇ, મુન્નાભાઈ દેવાભાઇ, પમાભાઈ દેવાભાઇ અને વિષ્ણુભાઈ હીરાભાઈ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી એમને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીઆઇ એમ. કે. ઝાલા ચલાવી રહ્યા છે.