સુરતમાં NRI વૃદ્ધના વિશ્વાસ સાથે ખિલવાડ કરી અને સુરત શહેરની હદમાં આવેલ જમીન હડપવાના ગુનાની ગંભીર ઘટના બહાર આવી છે. આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો તૈયાર કરી અને બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા ક્રાઇ
.
બોગસ પહોચ રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી વ્યવહારો કર્યા ફરિયાદી 82 વર્ષીય ઇશ્વરભાઇ ભીખાભાઇ પટેલ , જે આ વખતે અમેરિકાના નિવાસી છે, તેમણે જણાવ્યું કે તેમની મગોબ ગામમાં બ્લોક નંબર 4 પૈકીના 2 પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બોગસ પહોચ રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી વ્યવહારો કરવામાં આવ્યા છે. આ આરોપીઓએ ફરિયાદીની આ જમીનનું વેચાણ દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા અને ખોટી રીતે તેમની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો. આરોપીઓએ ફરીયાદીની જાણ બહાર દસ્તાવેજ પર ખોટી રીતે સહીઓ કરાવી હતી અને ખોટા કાગળો રજીસ્ટર કરાવ્યા હતા.
અરોપીઓ વિરુદ્ધ FIR દાખલ સુરત DCB પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 465, 467, 468, 471, 120B અને 34 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીઓ:
- ભરતભાઈ મનુભાઈ કોલડીયા (ઉ.વ. 50) • સંજ્ઞા સોસાયટી, પુણાગામ, સુરત
- પુલભાઇ મોહનભાઇ કાકડીયા (ઉ.વ. 41) • વ્રજ એન્ટોનીયા, વીટી નગર, સરથાણા, સુરત
- સંજયભાઇ વલ્લભભાઇ માંગુકીયા (ઉ.વ. 40) • સ્વાતી સોસાયટી, નાના વરાછા, સુરત
આ પ્રકરણમાં નાનજીભાઇ નાનજીભાઇ સતાણીની પણ સંડોવણી હોવાનું જણાયું છે. પરંતુ, તેની તબિયત બગડવાથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.