અમરેલી લેટરકાંડમાં રાજનીતિ હવે ચરમસીમા પર પહોંચી ગઇ છે. પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતાં તપાસ માટે SITની રચના કરાઇ છે. જે SITની ટીમ દ્વારા ગઇકાલે (મંગળવારે) મોડી સાંજે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઇ જતાં કોંગેસ નેતા પરેશ ધાનાણી આવી પહોં
.
મંગળવારે સાંજે શું થયું? મંગળવારે મોડી સાંજે SITની ટીમ પાયલ ગોટીના નિવાસસ્થાને પહોંચી હતી અને પાયલનું નિવેદન લઇ પાયલના પરિવાર સાથે અમરેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવા માટે રવાના થઇ હતી. આ દરમિયાન પરેશ ધાનાણી અહીં આવી પહોંચ્યા હતા અને સાંજે મેડિકલ ચેકઅપ કરવાનો ઇન્કાર કર્યો હતો. આ બાદ પાયલને ઘરે મોકલી દેવાઇ હતી. પયલને ઘરે મોકલી દેવાયા બાદ મામલતદારે ઘરે પહોંચીને પાયલની મુલાકાત કરી હતી. આ બાદ SITની ટીમ ફરીવાર મેડિકલની ટીમ સાથે પાયલના ઘરે પહોંચી હતી અને ઘરે જ મેડિકલ ચેકપણ કરવાની વાત કરી હતી. આ દરમિયાન પરેશ ધાનાણી પણ પાયલ ગોટીના ઘરે પહોંચ્યા હતા અને મેડિકલ કરાવવાનો વિરોધ કર્યો હતો. પાયલ ગોટીએ પણ મેડિકલ કરાવવાનો ઇન્કાર કરતા SITની ટીમ પરત ફરી હતી.
રાતના અંધારામાં સત્ય ઉપર પડદો પાડવાનો પ્રયાસ: ધાનાણી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સત્ય ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં મેડિકલ ચેકઅપના બહાને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ગમે એટલો પ્રયાસ કરશો રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો. તમારે દિવસના અજવાળામાં પાયલના વકીલ અને પરિવારજોની હાજરીમાં જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એ કરો.
ચપટી વગાડતા જ પટ્ટા ઉતરવા જોઇએ: ધાનાણી મંગળવારે બપોરે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, દીકરીની ચપટી વગાડતા ધરપકડ કરાઇ, ચપટી વગાડતા કેસ નોંધાયો હતો, ચપટી વગાડતા સરઘસ કઢાયુ હતું, ચપટી વગાડતા પટ્ટા મારવામા આવ્યા હતા તો ચપટી વગાડતા જ જવાબદાર પોલીસકર્મીઓના પટ્ટા ઉતરી જવા જોઇએ. તંત્રએ પાપનુ પશ્ચાતાપ કરી ગુનેગારોને સજા આપવી જોઇએ.
…તો ગુરુવારથી હું ઉપવાસ પર બેસીશ: ધાનાણી પરેશ ધાનાણીએ તંત્રને 24 કલાકનુ અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતુ કે, બુધવાર સવાર સુધીમા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા નહી લેવામા આવે તો ગુરુવારે સવારે 10 વાગ્યે તેઓ અમરેલી શહેરના રાજકમલ ચોકમા ચોવીસ કલાક માટે ઉપવાસ પર બેસી જશે અને તેમા સમાજના દરેક જ્ઞાતિ જાતિ અને સંગઠનના લોકો જોડાશે.
દૂધે ધોયેલા હોવ તો જાહેરમાં ચર્ચા કરવા આવો: ધાનાણી પરેશ ધાનાણીએ આ મુદે કૌશિક વેકરિયાને પણ ચેલેન્જ ફેંકતાં જણાવ્યું હતું કે, તમે સાચા અને દૂધે ધોયેલા હોવ તો જાહેરમાં ચર્ચા કરવા સામે આવો. મારી કોઇ વાત ખોટી સાબિત થશે તો હું વેકરિયાની માફી માંગી લઇશ અને જો વેકરિયા ચર્ચા માટે નહી આવે તો આ તમામ કાર્યવાહી ખોટી રીતે થયાનુ માની લઇશું. મુખ્યમંત્રી દાદાના રાજમા કુંવારી દીકરીની આબરૂ લીલામ થાય ત્યારે જવાબદારો સામે પગલા લેવાવા જોઇએ જ.
પાર્ટીના નેતાઓનું માથુ શરમથી ઝુકે છે: કાછડીયા આ મામલે મંગળવારે પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ જણાવ્યું હતું કે, આ બનાવથી પાર્ટીને નુકશાન તો થયુ છે, પાર્ટીમા બેઠેલા નેતાનુ માથુ શરમથી ઝુકી જાય તેવુ આ કૃત્ય છે. હું મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને વિનંતી કરૂ છું કે આ બનાવમા દુધનુ દુધ અને પાણીનુ પાણી થવુ જોઇએ.
તપાસ માટે ટીમની રચના કરાઈ ઉલ્લેખનીય છે કે પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસે માર માર્યાના આક્ષેપ કર્યા હતા. એ બાદ અમરેલી જિલ્લા પોલીસવડાએ આ મામલાની તપાસ માટે ટીમની રચના કરી છે, જેમાં ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો? થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 2 દિવસ પહેલાં 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.
પાયલ ગોટીએ કેવા આક્ષેપ કર્યા? પાયલ ગોટીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે શુક્રવારે હું નોકરીથી છૂટીને આવી સૂઈ ગયા પછી આગળનો દરવાજો ખખડાવ્યો. મારા પિતા ઊઠીને બહાર આવ્યા, બે લેડીઝ અને ત્રણ જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું. સવારે મૂકી જઈશું એમ કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કોઈને હું ઓળખતી નથી, જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યાં હતાં. મારા પિતાનું શું થાય? હું જેલમાં હતી. મારા મમ્મી-પપ્પાને સાચવવા આવ્યાં હતાં અને મેં ગુનો કર્યો જ નથી. જેનીબેન મારાં મમ્મી-પપ્પાને આશ્વાસન આપવા અને સાચવવા આવ્યાં હતાં અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરિયાને વિનંતી કે ન્યાય અપાવે. મારી જે ઈજ્જત અને મારી આબરૂનો જે વરઘોડો કાઢ્યો છે, મને પોલીસે માર માર્યો છે. મને રાજકારણમાં કોઈ રસ નથી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…
આ પણ વાંચો: ‘કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો’
આ પણ વાંચો: દીકરીને જોયાજાણ્યા વગર ગુનેગાર બનાવી ભાજપના આગેવાને પોતાનો અહમ્ સંતોષ્યો
આ પણ વાંચો: વિધાનસભાના નાયબ દંડક વિરુદ્ધના કાવતરાનું એપીસેન્ટર ટ્રેડ સેન્ટર