નાગરવાડાના ગુંડા બાબર પઠાણ સહિતે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની પોલીસની હાજરીમાં જ સયાજી હોસ્પિટલ ખાતે ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દીધી હતી. આ બનાવમાં 5 આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. બ
.
માથાભારે ગુંડો બાબર પઠાણ 24 કલાક ચપ્પુ સાથે લઈને ફરતો હતો. બાબરે તેની પાસે રહેલું ચપ્પુ કાઢીને તપન પર હુમલો કરી હત્યા કરી હતી. જોકે હજી સુધી પોલીસ હત્યામાં વપરાયેલું ચપ્પુ કબ્જે કરી શકી નથી. હત્યા બાદ આરોપીએ ચપ્પુ ક્યાં છુપાવ્યું તે પણ પોલીસ શોધી શકી નથી. ત્યારે બાબર સાથે શબનમ મન્સુરી તથા શોએબ મન્સુરીએ પણ તપનને માર મારી હત્યામાં સહકાર આપ્યો હોવાનો પોલીસે રિમાન્ડમાં મુદ્દો ઉલ્લેખ્યો છે.
બીજી બાજુ એસઓજીને બાતમી મળી હતી કે, સયાજી હોસ્પિટલ ખાતે બનેલી હત્યાની ઘટનામાં સંડોવાયેલા બાબર પઠાણના બંને ભાઈ મહેબૂબ તથા સલમાન ઉર્ફે સોનું આજવા ચોકડી ખાતે આવનાર છે. જેના આધારે બાતમી મુજબના સ્થળે વોચ ગોઠવી આરોપીઓ આવતાં બંનેને પકડી પાડ્યા હતા. બીજી તરફ સોમવારે પકડાયેલા બાબર સહિતના આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ માટે પોલીસે 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.
બાબરના ભાઇઓના ગુનાઓનો ચીઠ્ઠો
- મહેબૂબ હબીબખાન પઠાણ (રહે.મહેતાવાડી પાછળ, નાગરવાડા) જુગાર, હત્યાના કેસમાં સંડોવણી, ચોરી, પ્રોહિબિશન એક્ટ સહિત 15 ગુના નોંધાયેલા છે.
- સલમાન ઉર્ફે સોનું હબીબખાન પઠાણ (રહે.મહેતાવાડી પાછળ, નાગરવાડા) માંજલપુર પોલીસ સ્ટેશનમાં હથિયારધારા હેઠળ કાર્યવાહી (જાહેરમાં હથિયાર લઈને ફરવું) કરાઈ હતી.
કોર્ટે 22મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હત્યાના બનાવ અંગે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. તપાસ માટે પોલીસે કોર્ટમાં રિમાન્ડના મુદ્દા રજૂ કર્યા હતા અને 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે આરોપીના 22 નવેમ્બર સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. > એ.વી. કાટકડ, ઈન્ચાર્જ, એસીપી સી ડિવિઝન
પોલીસે બાબરના ગુનાનો ચીઠ્ઠો કોર્ટ સમક્ષ મૂક્યો બાબર સહિત 5 આરોપીને મંગળવારે કોર્ટમાં હાજર કરાયા હતા. પોલીસે તેમાં ખાસ બાબર માથાભારે અને ઝનૂની સ્વભાવનો છે તેવો મુદ્દો ઉલ્લેખી વિશેષ બાબર પઠાણનું ગુનાહિત ઈતિહાસનું પત્રક પણ રજૂ કર્યું હતું. બાબર વિરુદ્ધ નોંધાયેલા લૂંટ, જુગાર, દારૂ સહિત 25 જેટલા વિવિધ ગુનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
શબનમ-શોએબે તપનને ચપ્પુના ઘા માર્યાની શંકા પોલીસે રિમાન્ડના મુદ્દામાં બાબર સાથે શબનમ મન્સુરી શોએબ મન્સુરી બનાવ વખતે સ્થળ પર હાજર હતા, મારામારીમાં સાથ સહકાર આપ્યો છે. ચપ્પુ ક્યાં છુપાવ્યું છે.જણાવતા નથી સહિતની બાબતો ઉલ્લેખી હતી. ે બાબર સહિત શબનમ અને શોએબે પણ તપન પર ચપ્પુના ઘા ઝીંક્યાની શંકા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પોલીસે આ મુદ્દા ઉલ્લેખી રિમાન્ડની માગણી કરી
- નાગરવાડામાં મારામારી થતાં ઈજાગ્રસ્ત થયેલા મિત્રોને જોવા તપન સયાજી હોસ્પિટલ ગયો હતો. તપન તેના મિત્ર સાથે હોસ્પિટલની કેન્ટીન ખાતે ચા પીતો હતો ત્યારે આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરું રચીને તપન પર ચપ્પુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.
- બાબર પઠાણ ખૂબ જ માથાભારે અને ઝનૂની સ્વભાવનો છે. સામાન્ય પ્રજા તેના વિરુદ્ધમાં ફરિયાદ કરતાં ડરે છે. તપાસમાં સહકાર આપતો નથી. ઘટનામાં તેની સાથે અન્ય કેટલા આરોપી સંડોવાયેલા હતા
- આરોપીઓ પૈકી શબનમ વસીમ મન્સુરી તથા શોએબ નુરમહંમદ મન્સુરી હત્યાના બનાવ વખતે બાબર સાથે હાજર હતા. તેઓએ ચપ્પુ ક્યાં છુપાવ્યું છે.
- આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી ગંભીર ગુનો કર્યો છે. જેથી તેઓએ કઈ જગ્યાએ કાવતરું રચ્યું છે તે સહિતની પૂછપરછમાં ગુનાની કડીઓ મળી શકે છે.
- બનાવ અંગે વધુ પુરાવા એકત્રિત કરવાના છે. કેટલા આરોપી સંડોવાયેલા છે? તેમની શું ભૂમિકા હતી?
- તપન પરમાર તેમજ આરોપીઓ આજુબાજુ વિસ્તારમાં રહે છે. તપન હિન્દુ છે, જ્યારે આરોપીઓ મુસ્લિમ છે. આ સંવેદનશીલ બનાવ બન્યો છે. જેના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેથી આરોપીને સાથે રાખી તપાસ કરવાની જરૂર છે.