દાદરા અને નગર-હવેલીના સેલવાસમાં દિવ્યાંગના નામે થયેલા બેંકિંગ કૌભાંડનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. 77% દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિના નામે એક ખાનગી બેંકમાં નકલી ખાતું ખોલી 89 લાખ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. આ મામલે સેલવાસ પોલીસે 2 આરોપી ધરપકડ ક
.
સેલવાસના બેંક ફ્રોડ કેસમાં એક કાકાએ પોતાના દિવ્યાંગ ભત્રીજાના નામે HDFC બેંકમાં ખાતું ખોલી 89 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. સેલવાસ પોલીસે મુખ્ય આરોપી શત્રુંજય પાંડે અને બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહની ધરપકડ કરી છે.
ક્રેડિટ કાર્ડ મેળવી QR કોડ મારફત રકમ ટ્રાન્સફર કરી આ કૌભાંડમાં શત્રુંજ્ય પાંડેએ જુલાઈ 2022થી જુલાઈ 2023 દરમિયાન પોતાના દિવ્યાંગ ભત્રીજાના નામે બેંક ખાતું ખોલાવ્યું હતું, જેમાં તેણે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જોડ્યા હતા. આરોપીએ આ ખાતામાંથી ક્રેડિટ કાર્ડ મેળવી QR કોડ મારફત રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. પોલીસ તપાસમાં આરોપીના ઘરેથી 124 QR કોડ સ્કેનર, 60 ATM અને ક્રેડિટ કાર્ડ, 21 બેંક ચેકબુક, 8 પાસબુક, વિવિધ રબર સ્ટેમ્પ, સરકારી દસ્તાવેજોના રફ ડ્રાફ્ટ, 14 મતદાર ID કાર્ડ, 12 સિમ કાર્ડ, 2 મોબાઈલ ફોન અને અનેક ખાનગી લેટરહેડ મળી આવ્યા છે.
બેંકના પૂર્વ કર્મચારીની શંકાસ્પદ ભૂમિકા આ કેસમાં બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહની ભૂમિકા પણ શંકાસ્પદ છે, જેણે મુખ્ય આરોપીને મદદ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે IPC કલમ 419, 420, 465, 467, 468, 471 હેઠળ FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે દિવ્યાંગ વ્યક્તિને પોતાના નામે બેંક ખાતું હોવાની જાણ પણ નહોતી.
આરોપીના ઘરે તપાસમાં પોલીસને શું-શું મળ્યું?
- 124 બાર QR કોડ સ્કેનર
- 60 જેટલાં ATM અને ક્રેડિટ કાર્ડ
- 21 બેંક ચેકબુક અને 8 પાસબુક
- રબર સ્ટેમ્પો, સરકારી દસ્તાવેજોના રફ ડ્રાફ્ટ ફોર્મેટ
- 14 મતદાર ID કાર્ડ અને 12 સિમ કાર્ડ
- 2 મોબાઈલ ફોન અને અનેક ખાનગી લેટરહેડ