વેરાવળ જાલેશ્વર ખાતે આજે એક મહત્વપૂર્ણ બેઠકમાં બારગામ મુસ્લિમ મછીયારા સમાજના નવા પ્રમુખ તરીકે યુસુફ સુલેમાન ભેંસલીયાની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી. પૂર્વ પ્રમુખ સુલેમાન હાસમ ઇસમાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જખૌથી છારા સુધીના વિવિધ બંદરોના
.
સમગ્ર દરિયાકાંઠા વિસ્તારના મછીમાર સમુદાયના હિતોનું પ્રતિનિધિત્વ કરતા આ સંગઠનની બેઠકમાં જખૌ, માંગરોળ, ચોરવાડ, હીરાકોટ, મૂળદ્વારકા, છારા, ગોસાબારા અને ધામળેજ જેવા બંદરોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇસ્માઇલ અલ્લારખા ભેંસલીયા, મુસા આમદ ભાડેલા, અબ્દુલ્લા ઇસા સમા સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી.
નવનિયુક્ત પ્રમુખ યુસુફ ભેંસલીયાનું ઉપસ્થિત મહાનુભાવોએ હારતોરા કરીને સ્વાગત કર્યું હતું. આ અવસરે યુસુફ ભેંસલીયાએ સમાજના વિકાસ અને ઉત્કર્ષ માટે કટિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે સમગ્ર સમાજનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, સમાજના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.
બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના લોકોની હાજરી નોંધપાત્ર રહી હતી, જેમાં વિવિધ બંદરોના આગેવાનો આ બેઠકમાં જખૌ બંદર થી ઇસ્માઇલ અલ્લારખા ભેંસલીયા, મુસા આમદ ભાડેલા, માંગરોળ થી અબ્દુલ્લા ઇસા સમાં, હનીફ હાસમ ગોવાલશેરી, મહેમુદ જુસબ, ચોરવાડ થી અકબર ઈબ્રાહીમ ઢોકી, ઇસ્માઇલ ફકીરા, હીરાકોટ થી ગફુર જુસબ ઢોકી, અસફાક અબુ ઢોકી, મૂળદ્વારકા થી જુમ્મા સુમાર ઢોકી, ઇબ્રાહિમ અલ્લારખા ખરાઈ, કાસુ જાફર, અકબર અલ્લારખા, હનીફ જુમ્મા, છારા બંદર થી અબ્દુલ ઇસ્માઇલ ભેંસલીયા, ઇબ્રાહિમ હાસમ ઢોકી, ગોસાબારા થી લાખા ઇસ્માઇલ, હીરાકોટ થી મુસા અબ્દુલ ભેંસલીયા, અયુબ સીદી ઢોકી, ધામળેજ થી ગફુર જુસબ ઢોકી, અસફાક અબુ ઢોકી, વેરાવળ જાલેશ્વર બંદર ના હુસેન અલ્લારખા ઢોકી, ગફુર હાસમ ઢોકી, હારુન સુલેમાન લુચાણી, મહંમદ હનીફ, અનવર ઇબ્રાહિમ, નૂરમામદ ઇસ્માઇલ સહિત આગ્રણી ઓ તેમજ સમસ્ત મુસ્લિમ મછીયારા સમુદાય ના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત આગેવાનો અને સમુદાય દ્વારા સમસ્ત બારગામ મુસ્લિમ મછીયારા સમાજ ના નવનિયુક્ત પ્રમુખ વેરાવળ જાલેશ્વર બંદર ના યુસુબ સીલેમાન ભેંસલીયાને હારતોરા કરી શુભેચ્છાઓ પાઠવી હતી.