વડોદરા સહિત રાજ્ય અને દેશભરમાં તાજેતરમાં નવેમ્બર અને ડિસેમ્બર માસમાં મોટા પ્રમાણમાં લગ્ન સિઝન છે. ત્યારે સાયબર માફીઆઓ હવે APK ફાઈલ મોકલી લગ્ન કંકોત્રી મોકલે છે અને ત્યાર બાદ તેમાં માર્વેલ સ્થાપિત કરી તમારો ડેટા ચોરી કરી અને તમારા જ મિત્રોને વ્હોટ્સએપ
.
આ અંગે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, ગયા વર્ષથી આ પ્રકારની મોડાન્સ ઓપરેન્ડી સાઇબર અપરાધીઓ દ્વારા શરૂ થઈ છે. મારા દ્વારા એક ઇન્વેસ્ટીગેશન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ કિસ્સો ઇન્ડોનેશિયાથી સામે આવ્યો હતો. હાલમાં ચાલુ માસ એટલે કે નવેમ્બર ડિસેમ્બર આ બે મહિનામાં આખા દેશમાં 48 લાખ જેટલા લગ્ન થવાના છે અને ગુજરાતમાં અંદાજીત 4 લાખથી વધુ લગ્ન થવાના છે. ત્યારે સાયબર અપરાધીઓ એક નવી મોડન્સ ઓપરેન્ડી ઇન્ડિયામાં લોન્ચ કરી છે, તેઓ APK (એન્ડ્રોઇડ એપ્લીકેશન પેકેજ)ના નામે લગ્ન કંકોત્રીનું ઇન્વિટેશન મોકલે છે.
સાઇબર અપરાધીઓ એક અજાણ્યા નંબર પરથી પહેલા ઇન્વિટેશન મોકલે છે, આ ઇન્વિટેશનમાં APK ફાઇલ ડાઉનલોડ કરવા માટેનો આગ્રહ કરવામાં આવે છે. જ્યારે કોઈ યુઝર APK ફાઇલ ડાઉનલોડ કરે ત્યારે વ્હોટ્સએપ એક વોર્નિંગ પણ આપે છે. આ APK ફાઈલ જે છે તે હાર્મફુલ છે, પરંતુ આ ઇન્વિટેશન કોણે મોકલ્યું છે તે જાણવાની ઉત્તેજનામાં પોતાના મોબાઈલમાં માર્વેલ સ્થાપિત કરવા માટે કારણભૂત બને છે.
આ APK ફાઈલના માધ્યમથી સાઈબર અપરાધીઓ માર્વેલ સ્થાપિત કરે છે. મારા દ્વારા એક APK ફાઈલનું 360 ડિગ્રી જ્યારે એનાલિસિસ કરવામાં આવી ત્યારે તેમાં સામે આવ્યું કે, આ માર્વેલ બે પ્રકારની એક્ટિવિટી કરે છે. એક યુઝરનું એસએમએસ રીડ કરે છે અને તે એસએમએસ મોકલી પણ શકે છે. આ સાથે જ આ માર્વેલ દ્વારા સ્ટેશન હાઇજેક કરે છે, તો આ બે પ્રકારની એક્ટિવિટી સામે જોવા મળી છે.
જ્યારે અજાણતાથી તમારા મોબાઇલમાં માર્વેલ સ્થાપિત થયા પછી SMS વાંચે ત્યારે આ સાયબર અપરાધીઓ પહેલા તમારા વ્હોટ્સએપને હેક કરે છે. ત્યાર બાદ આ જ વ્હોટ્સએપને બીજા નંબર પર રજીસ્ટર કરે છે. જેવું વ્હોટ્સએપ રજીસ્ટર થાય છે, તાત્કાલિક તમારા જ મિત્રો કે સગા સંબંધીઓને તમારા જ નામથી રૂપિયાની માંગણી કરવામાં આવે છે. જો આ સાથે જો તમારું વ્હોટ્સએપ સાથે પેમેન્ટ ગેટવે બેન્ક એકાઉન્ટ સાથે જોડેલું હોય તો તેને પણ ખાલી કરી નાખે છે. આ આખી નવી એમો દ્વારા હાલમાં મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરવામાં આવી રહી છે.
વધુમાં કહ્યું કે, હું દિવ્ય ભાસ્કર ડિજિટલના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને અપીલ કરવા માંગુ છું કે, આખા વિશ્વમાં APKના માધ્યમથી કોઈ ઇન્વિટેશન મોકલવાની કોઈ પદ્ધતિ જ નથી. જો APKના માધ્યમથી કોઈ ઇન્વિટેશન મોકલે છે તો તેને વેરીફાઇ કર્યા સિવાય ઓપન ન કરવું જોઈએ. જો તમે ભૂલથી આ APK ફાઈલ ડાઉનલોડ કરી લીધી, તો તમારા મોબાઇલમાં ઇન્ટરનેટ બંધ કરી અને તાત્કાલિક તેને ફેક્ટરી રીસેટ કરવો જોઈએ. સાથે જ તમારું ઈમેલ અને બેંકના સોર્સ તમામ બદલી દેવા પડશે. તો જ તમે આ લોકોની માયાજાળમાંથી મુક્ત થશો. અન્યથા તેઓ સતત તમારા મોબાઈલ થકી તમારા બેંક એકાઉન્ટ અને મિત્રો છે તેઓ સુધી વિવિધ માંગણી કરતા રહેશે.
APK શું છે ? સામાન્ય રીતે એન્ડ્રોઇડ ડિવાઇસની અંદર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટેના બે રસ્તા હોય છે, જેમાં પ્રથમ આપણે ઓકે સ્ટોરના માધ્યમથી અને બે APK ફાઇલના માધ્યમથી એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય છે.
સાયબર અપરાધીઓ અત્યારના સમયમાં યુઝરના મોબાઈલ સુધી પહોંચ મેળવવા માટે APK ફાઇલનો ઉપયોગ કરી રહ્યા છે, ઇન્સ્ટોલ કરતી વેળાએ મોબાઈલ ડિવાઇસ દ્વારા ચેતવણી પણ આપવામાં આવે છે, ત્યાર બાદ પણ જો યુઝર APK ફાઇલ ઇન્સ્ટોલ કરે તેનો ડિવાઇસ હેક થઈ જાય છે. સમગ્ર નિયંત્રણ અપરાધીના હાથમાં જતું રહે છે, ત્યાર બાદ સાયબર અપરાધીઓ તેના વ્હોટ્સએપ એકાઉન્ટ ઉપર નિયંત્રણ મેળવી લે છે. તેમજ સાથે યુઝર્સના મોબાઈલ ઉપર બે પ્રકારની પરવાનગી પણ તે APKના માધ્યમથી મેળવી લે છે, જેમાં SMS મોકલવાની અને SMS વાંચ્યા પછી તમને પાયમાલ કરે છે.