ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે ત્રણ વર્ષથી ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે.
.
પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવરની ટીમને બાતમી મળી હતી કે નબીપુર પોલીસ મથકના ચોરીના કેસનો આરોપી રેશપાલસિંહ નાથાસિંહસિંગ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નજીક આવેલી હોટેલ રામદેવમાં રોકાયેલો છે.
બાતમીના આધારે એલસીબીની ટીમને તાત્કાલિક ધ્રાંગધ્રા મોકલવામાં આવી. ટીમે હોટેલ રામદેવ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી નબીપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો.