તાજેતરમાં સંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ધક્કાધક્કીમાં સાંસદ મુકેશ રાજપૂત, પ્રતાપ સારંગી અને એક મહિલા સાંસદ ઘાયલ થયેલ, ભારતરત્ન ન આપીને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબની અત્યાર સુધી ઉપેક્ષા થયેલ. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સા
.
દેશ માટે અગત્યના મુદ્દાઓની ચર્ચા થવાની હોય ત્યારે યેનકેન પ્રકારે સંસદની કાર્યવાહીમાં બાધારુપ થનારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળીને બાબાસાહેબ અમર રહો, બંધારણ અમર રહો તેમજ બાબા સાહેબકા અપમાન નહીં સહેંગે…જેવા સુતત્રોચ્ચાર કર્યા હતા, નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અત્યારે બંધારણનો 75મો અમૃત મહોત્સવ ઉજવી રહી છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ નિંદનીય છે.
આ વિરોધ પ્રદર્શન વેળાએ પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મેયર ભરતભાઇ બારડ, સ્ટે.ચેરમેન રાજુભાઇ રાબડીયા, મહામંત્રી નરેશભાઈ મકવાણા સહિત શહેર અને વોર્ડ સંગઠન, મ.ન.પાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરસેવકો, વરિષ્ટ આગેવાનો, યુવા અને મહિલા મોરચા સહિત તમામ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.