મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેર-જિલ્લાના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે. ભાવનગરના હૃદયસમા વિસ્તારમાં આવેલા તખ્તેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ ભીડ જોવા મળી છે. સંપૂર્ણ
.
શહેરના જશોનાથ, ગંગનાથ મહાદેવ સહિતના પ્રાચીન શિવાલયોમાં પણ ભક્તોનો મેળો જામ્યો છે. તમામ મંદિરોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. જિલ્લાના નિષ્કલંક, ગોપનાથ અને સિહોર ગૌતમેશ્વર જેવા ઐતિહાસિક શિવાલયોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ ઉપવાસ સાથે ફળાહાર કરી રહ્યા છે. અનેક મંદિરોમાં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રો મુજબ આજના દિવસે ત્રણ પ્રહરની મહાપૂજાનું વિશેષ મહત્વ છે. ભક્તો આધિ-વ્યાધિ અને સાંસારિક વિટંબણાઓમાંથી મુક્તિ મેળવવા શિવજીના શરણે જઈ રહ્યા છે.

















