દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રાચીન ધાર્મિક સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સરકારે હર્ષદ સ્થિત હરસિધ્ધિ માતાજી મંદિર અને નાગેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે રૂ. 187 કરોડની મોટી રકમની ફાળવણી કરી છે.આ પ્રોજેક્ટમાં સૌથી મહ
.
હરસિધ્ધિ માતાજી મંદિર વિસ્તારમાં પણ નોંધપાત્ર વિકાસ કાર્યો હાથ ધરાશે. મંદિરથી તાજેતરમાં નિર્માણ પામેલા ‘હરસિદ્ધિ વન’ સુધી ફોર લેન રોડ બનાવવામાં આવશે. આ માર્ગ પર વૃક્ષો, બગીચા અને પાર્કનું નિર્માણ કરી બ્યુટીફિકેશન કરાશે. સમુદ્ર કિનારે યાત્રિકો માટે પ્રકૃતિનો આનંદ માણી શકે તેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે.
આ વિકાસ કાર્યો માટેની મંજૂરી ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના પ્રયાસોથી મળી છે. જિલ્લામાં આવેલા અન્ય મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાં દ્વારકાધીશ મંદિર, બેટનું હનુમાન દાંડી, ખંભાળિયાનું જૈન તીર્થ આરાધના ધામ અને ભાણવડમાં હાથલા ખાતે શનિદેવનું જન્મસ્થાન પણ સામેલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.ડબ્લ્યુ.ડી. સ્ટેટના કાર્યપાલક ઈજનેર યુ.બી. ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે નાગેશ્વર રોડ સિક્સ લેઈન માટે સરકાર દ્વારા 120 કરોડ તથા હરસિધ્ધિ માતાજીના મંદિર પાસે ફોરલેન અને બ્યુટીફિકેશન માટે રૂપિયા 67 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ બંને સ્થળે સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ પછી સરકાર દ્વારા જરૂરી ગ્રાન્ટ ફાળવાયા બાદ તબક્કાવાર વિકાસ કર્યો હાથ ધરવામાં આવશે. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ બે વિશ્વ વિખ્યાત ધર્મ સ્થળો યાત્રાળુઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.