નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં સાયબર ફ્રોડનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેમાં બીલીમોરા શહેરમાં રહેતા ફરિયાદી રિતેશ શરદકુમાર કેવટને ઓનલાઇન ઘટ્યા હોય ટેલિગ્રામ ચેનલ મારફતે સંપર્ક કરી પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમની નોકરીની લાલચ આપીને અલગ અલગ બેન્ક એક
.
આ કેસમાં આરોપીઓએ પોતાની જાતને Scoop Whoop India Online Media Private Limited કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાવી હતી. તેમણે ભોગ બનનાર યુવાનને વર્ક ફ્રોમ હોમની લોભામણી ઓફર આપી હતી. આરોપીઓએ યુવાન પાસેથી
12 મેં 2024 થી 25 મે 2024 સુધી જુદા જુદા બેંક ખાતાઓમાં નાણાં જમા કરાવ્યા હતા.
પૈસા ટ્રાન્સફર કર્યા બાદ જ્યારે પીડિતને છેતરપિંડીનો અહેસાસ થયો, ત્યારે તેમણે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતાથી કાર્યવાહી શરૂ કરી છે અને 25 જેટલા બેંક એકાઉન્ટ અને તેમના IFSC કોડની વિગતો મેળવીને તપાસ આગળ વધારી રહી છે.
સરકાર દ્વારા ઓનલાઈન ફ્રોડ અંગે વારંવાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, છતાં પણ આવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસે લોકોને ઓનલાઈન નોકરીની લોભામણી જાહેરાતોથી સાવધાન રહેવા અને આવી કોઈપણ ઓફરમાં પૈસા ટ્રાન્સફર કરતા પહેલા પૂરતી ચકાસણી કરવા અપીલ કરી છે.