વેરાવળ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. જજ એ.પી. રણધીરની કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કાર્યવાહી ચાલી રહી હતી.
.
કેસની વિગતો મુજબ, ફરિયાદીએ પોતાની માતાનું રહેણાકી મકાન આરોપી મનોજભાઈ ભીખાભાઈ રાઠોડને રૂ. 31.60 લાખમાં વેચ્યું હતું. બાકી રહેતી રકમ રૂ. 26 લાખ ચૂકવવા માટે આરોપીએ રૂ.13-13 લાખના બે ચેક ફરિયાદી અને તેમના ભાઈને આપ્યા હતા. આ ચેક રિટર્ન થતાં ફરિયાદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
કોર્ટે રેકોર્ડ પરના પુરાવા અને વકીલોની દલીલો ધ્યાનમાં લીધા બાદ આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. આરોપી તરફે વકીલ આબિદભાઈ સુમરા અને ભાવીનભાઈ રૂપારેલીએ અસરકારક રજૂઆત કરી હતી. આ કેસમાં એ.વાય. અબ્બાસી, જુનેદ કે. ખાસાબ, જીજ્ઞેશભાઈ સેવરા, વી.બી. ચુડાસમા અને બસીર એમ. સુમરા જેવા વકીલોએ પણ સહયોગ આપ્યો હતો.