મીઠીરોહરમાં બે દિવસ પહેલાજ બાઈક ચોરી કરનાર આરોપીને પકડી પાડવામાં ગાંધીધામ બી ડિવીઝન પોલીસને સફળતા મળી હતી.
.
ગાંધીધામના બી ડિવીઝન પોલીસ મથકે બે દિવસ પહેલા મીઠીરોહરના ઈદગોર સોસાયટીમાંથી મોટર સાઈકલ ચોરી થયાની ફરિયાદ દાખલ કરાઈ હતી. જે ગુનાના આરોપીને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફ પ્રયત્નશીલ હતા ત્યારે આરોપી અરજણ દેવાભાઈ ભરવાડ (ઉ.વ.22) (રહે. લખાગઢ, તા. રાપર) ને ચોરાઉ બાઈક સાથે ઝડપી પડાયો હતો. આરોપી સામે અગાઉ પણ આડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હોવાનું પણ સામે આવ્યું હતું. આ કામગીરીમાં બી ડિવીઝ્ન પીઆઈ એસ.બી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાઢીયા, પીએસઆઈ કે.જે. વાઢેર અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
બી ડિવિઝન પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો