ઉત્તરાયણ પહેલા સુરતમાં પતંગની દોરીથી ગળુ કપાવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના દિલ્હીગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી બાઈક પર પસાર થતા યુવકનું પતંગના દોરાથી ગળું કપાયું ગયું હતું. આ યુવકને સ્મીમેર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં
.
રાકેશ ગાળામાં વચ્ચે પતંગનો દોરો આવતા ગળું કપાયું મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં 34 વર્ષીય રાકેશ મનોજ પરમાર પરિવાર સાથે રહે છે. રાકેશ બેગમપુરમાં મોટી ટોકીઝ સ્થિત સ્પોર્ટની દુકાન ચલાવે છે. રાકેશ દુકાન બંધ કરી બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન મહિધરપુરા વિસ્તારમાં આવેલા દિલ્હીગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી પસાર થતો હતો. તે સમયે રાકેશ ગાળામાં વચ્ચે પતંગનો દોરો આવતા તેનું ગળું કપાયું ગયું હતું. ત્યારબાદ તેને સ્મીમેર બાદ ખાનગીમાં ખસેડાયો હતો. જ્યાં તેને 20 ટકા આવ્યા હતા.
બાળક શારીરિક નબળું હતું મૂળ બિહાર અને લિંબાયત વિસ્તારમાં આવેલા ગણેશ નગરમાં 22 વર્ષીય પૂનમ રણજીતભાઈ માલી પરિવાર સાથે રહે છે. સગર્ભા પૂનમને ત્રણ દિવસ પહેલા પ્રસૂતિની પીડા ઊપડતાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેણીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળક શારીરિક નબળું હતું. જેથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં દાખલ કરાયું હતું. ત્રણ દિવસથી કાચની પેટીમાં સારવાર લઈ રહેલા બાળકની આજે સવારે તબિયત લથડિયા બાદ મોત થયું હતું.
બાળકનું બેદરકારીથી મોત થયું બાળકના મોત બાદ માતા પૂનમના પિતરાઇ ભાઈ ગોવિંદાએ તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે સવારે સાત વાગ્યાના અરસામાં વોર્ડના સ્ટાફ દ્વારા બાળકને ઇન્જેક્શન આપ્યા બાદ બાળકનું બેદરકારીથી મોત થયું છે. આ આક્ષેપ સાથે પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર પર ફોન કરી જાણ કરવામાં આવી હતી. જોકે સ્થળ પર પહોંચેલી પોલીસે ઘટના અંગે હકીકત જાણી વધુ તપાસ હાથ ધરી હતી.
સ્મીમેરના સિનિયર તબીબોના જણાવ્યા અનુસાર, બાળકને જન્મથી જ મેનિન્જાઇટિસની બીમારી હતી. અને શારીરિક નબળાઈ સાથે દાખલ થયેલા બાળકને ત્રણ દિવસ સુધી યોગ્ય સારવાર કરવામાં આવી છે. પરિવારજનોના આક્ષેપ પાયાવિહોણા છે.