દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી ઠંડા પવનનો ફુકાતા તાપમાનનો પારો ગઈકાલ કરતા 1 ડીગ્રી ઘટ્યો હતો, આજે વહેલી સવારે તાપમાન 14 ડીગ્રી સેલ્સિયસે પહોંચતા વાતાવરણ ઠંડુગાર બન્યુ હતું.
.
હવામાન વિભાગની કમોસમી માવઠાની આગાહીને પગલે છેલ્લા એક અઠવાડીયાથી સમગ્ર દાહોદ જિલ્લામા વાદળછાયુ છવાયેલુ રહ્યુ હતું, આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની સાથે ઠંડાગાર પવનો ફુકાવાની શરૂઆત થતાં ફરી એકવાર ઠંડીમા વધારો થયો હતો, આજે તાપમાનનો પારો વહેલી સવારે 14 ડિગ્રીએ પહોંચ્યો હતો જેના કારણે દાહોદ શહેર સહીત જિલ્લામા કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો, લોકો ઘર બહાર નીકળતા પહેલા ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. ઠંડીના કારણે વહેલી સવારે શહેરના રસ્તાઓ સુમસાન જોવા મળ્યા હતા, ત્યારે આકાશમા વાદળોની ફોજ ઘટતા આગામી દિવસોમા ઠંડીમા વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે.