કોલ્હાપુરમાં મહાયુતિની જાહેર સભામાં ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ઉદ્ધવ ઠાકરેને મુમ્બ્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું મંદિર બનાવવાની ચેલેન્જ આપ્યા બાદ ચોંકી ગયેલા સંજય રાઉતને સવાલ કર્યો હતો કે શું ઉદ્ધવ ઠાકરેએ છત્રપતિ શિવાજી મહારાજની ક્યારેય
.
ભાજપે હંમેશાં છત્રપતિ શિવાજી મહારાજનું સન્માન કર્યું છે અને હંમેશાં તેમનું સન્માન કરશે. ફડણવીસે શિવકાળના કિલ્લાઓના સંરક્ષણ અને સમારકામ માટે કરોડોનું ભંડોળ પૂરું પાડ્યું, તેઓ શિવાજી મહારાજના વાઘનખ ભારતમાં લાવ્યા, કિલ્લાઓમાં થતું ખંડન અટકાવ્યું, શિવસ્મારક માટે ભંડોળ પૂરું પાડ્યું. સિંધુદુર્ગમાં બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ આરોપીઓ ઝબ્બે કરવામાં આવ્યા છે. કોઈને છાવરવામાં આવ્યા નથી. બાળાસાહેબે જે નામ શિવસેનાને આપ્યું હતું તે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને નસીબે જ મળ્યું હતું. એ નામ સિવાય છત્રપતિનું નામ લેવું એવી ઉદ્ધવ ઠાકરેની શું સિદ્ધિ છે, તે સંજય રાઉત જણાવે એમ પણ ઉપાધ્યેએ જણાવ્યું હતું. શું ઉદ્ધવ ઠાકરે બાળાસાહેબની જેમ મુંબ્રામાં શિવાજી મહારાજનું મંદિર બનાવવાની હિંમત બતાવશે? ઉપાધ્યેએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં પગ મૂકતાંની સાથે પ્રથમ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની માફી માગવી જોઈએ. નાગપુર અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનો અલગ જ સંબંધ છે.