પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે આજે એક વિશેષ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શની ભાજપના 46માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવી હતી.
.
ગોધરા સ્થિત કમલમ્ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રદર્શનીમાં પાર્ટીના ઇતિહાસને વિસ્તૃત રીતે દર્શાવવામાં આવ્યો હતો. પ્રદર્શનીમાં પાર્ટીની સ્થાપનાથી લઈને આજ સુધીની વિકાસ યાત્રા પ્રદર્શિત કરવામાં આવી હતી.
પ્રદર્શનીમાં પાર્ટીના મુખ્ય સિદ્ધાંતો અને મહત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણોને પણ દર્શાવવામાં આવ્યા હતા. આ પ્રદર્શની દ્વારા નવા કાર્યકર્તાઓને પાર્ટીની મૂળભૂત વિચારધારાથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પ્રદર્શનીમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. સ્થાનિક કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક પ્રદર્શનીની મુલાકાત લીધી અને પાર્ટીની વિચારધારાને સમજવાનો પ્રયાસ કર્યો હતો.













