મોરબી જિલ્લામાં ભાજપે બે નગરપાલિકાઓમાં શાનદાર વિજય મેળવ્યો છે. હળવદ નગરપાલિકામાં કુલ 28માંથી 27 બેઠક અને વાંકાનેર નગરપાલિકામાં 28માંથી 21 બેઠક પર ભાજપે કબજો જમાવ્યો છે.
.
આ વિજયની ઉજવણી માટે મોરબી જિલ્લા ભાજપની ટીમે રામચોક પાસે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આતશબાજી કરી હતી. કાર્યક્રમમાં મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર અને મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપને મળેલા વિજયની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ આતિશબાજી કરી અને એકબીજાને મીઠાઈ ખવડાવી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
