જાફરાબાદમા જલારામ સોસાયટી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાટલા પરિષદ યોજાઇ હતી. આ પરિષદમા સદસ્યોને લોકહિત માટે કામગીરી કરી પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માટે હાકલ કરાઇ હતી.
.
ભાજપના જુના કાર્યકર્તા જીવનભાઈ બારૈયાના નિવાસ સ્થાને આ પરિષદ યોજવામા આવી હતી. રમેશભાઈ, ભગુભાઈ સોલંકી, પ્રફુલભાઈ બારૈયા, નગરપાલિકાના ઉપપ્રમુખ નિરવભાઈ ઠાકર નગરપાલિકા ચેરમેન કનૈયાલાલ સોલંકી, ભાજપ શહેર પ્રમુખ સંદીપભાઈ શિયાળ, કોળી સમાજ અગ્રણી યોગેશભાઈ બારૈયા, કોળી સમાજ અગ્રણી તેમજ સામાજીક કાર્યકર પ્રવીણભાઈ બારૈયા, દુકાન એસોસિયેશનના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ મહેતા વિગેરે હાજર રહ્યાં હતા. આ ઉપરાંત જયેશભાઈ ઠાકર તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભાજપના કાર્યકર્તાઓ નગરપાલિકાના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને હોદ્દેદારોનુ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને ફૂલહારથી સન્માન કરાયું હતું.