મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા લુણાવાડા APMC ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી રહી છે. આ પ્રક્રિયા સવારથી મોડી સાંજ સુધી ચાલી રહી છે.
.
બાલાસિનોર નગરપાલિકામાં કુલ સાત વોર્ડ માટે 77 દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. વોર્ડવાર વિગતો જોઈએ તો વોર્ડ નંબર 2માં સૌથી વધુ 21 દાવેદારો, વોર્ડ 4માં 26 દાવેદારો અને વોર્ડ 7માં 17 દાવેદારો છે. વોર્ડ 3માં 13 દાવેદારો છે, જ્યારે વોર્ડ નંબર 1, 5 અને 6માં કોઈ દાવેદારી નોંધાઈ નથી.

સંતરામપુર નગરપાલિકાના છ વોર્ડ માટે કુલ 79 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. અહીં વોર્ડ નંબર 2માં સૌથી વધુ 22 દાવેદારો છે. વોર્ડ 1માં 11, વોર્ડ 3માં 16, વોર્ડ 4માં 7, વોર્ડ 5માં 15 અને વોર્ડ 6માં 8 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે.

લુણાવાડા નગરપાલિકાના સાત વોર્ડ માટે હજુ સેન્સ પ્રક્રિયા ચાલુ છે. આમ, મહીસાગર જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં કુલ 20 વોર્ડ માટે ચૂંટણી યોજાશે, જેમાં લુણાવાડા અને બાલાસિનોરમાં 7-7 વોર્ડ અને સંતરામપુરમાં 6 વોર્ડનો સમાવેશ થાય છે.




