મૃતક હિમાંશુ રાઠવાની ફાઇલ તસવીર
બોડેલી તાલુકાના બામરોલી(વા) ગામનો એક કિશોર ચાર દિવસથી ગુમ હતો. તેની લાશ આજે સવારે તાર બાંધેલી હાલતમાં કૂવામાંથી મળી આવી હતી. જેને લઈને લાશ અંગે રહસ્ય ઘેરાઈ રહ્યું છે, સાથે કિશોરની હત્યા થઈ હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પરિવારજનોએ રૂ.1 લાખની ખંડણી માંગ
.
ચાર દિવસ પહેલાં ગુમ થયો હતો બોડેલી તાલુકાના બામરોલી (વાલોઠી) ગામના બામણ ફળિયામાં રહેતા અંજયભાઈનો 12 વર્ષીય દીકરો હિમાંશુ ગત 29 ડિસેમ્બરથી ગુમ થઈ ગયો હતો. જે અંગે બોડેલી પોલીસે કિશોરના અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ આજરોજ વહેલી સવારે ગુમ થયેલા કિશોર હિમાંશુ રાઠવાની લાશ તેના ઘરના વાડામાં આવેલા કુવામાંથી મળી આવી હતી. જેથી બોડેલી પોલીસે લાશનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી છે.
બોડેલી પોલીસે લાશનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી.
પરિવારજનોએ કર્યો ખંડણીનો આક્ષેપ બામરોલી (વાલોઠી) ગામનો કિશોર તારીખ 20/12/2024ની રાત્રીના સમયે લગભગ 8.30 વાગ્યા અરસામાં ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર બાદ કુટુંબીજનોએ તેના પિતા રાજસ્થાન રહેતા હોવાથી તેઓને જાણ કરી હતી. તેઓ અહીંયા આવ્યા બાદ બોડેલી પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે રસ્તામાં હિમાંશુના મોબાઈલ પરથી કોઈ અજાણ્યા ઈસમે ફોન કરીને હિમાંશુ જીવતો જોઈતો હોય તો 1 લાખ આપવાની વાત કરી હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.
મૃતક હિમાંશુ રાઠવાની ફાઇલ તસવીર
લાશ ક્યાથી મળી કેવી રીતે મળી? હિમાંશુ ગુમ થયાની જાણ પરિજનોએ બોડેલી પોલીસને કરતા બોડેલી પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે બોડલીના પી.આઇ.તપાસ કરતા હિમાંશુના ઘરના વાડામાં આવેલા કૂવામાં પથ્થર નાખતાં કૂવાનું પાણી તથા કચરો સરકી જતાં લાશ દેખાઈ હતી. ત્યાર બાદ ખાટલો નાખીને લાશ બહાર કાઢી બોડેલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી, જ્યાંથી પેનલ પોસ્ટ મોર્ટમ માટે હિમાંશુની લાશને વડોદરા ખસેવામાં આવી હતી.
પોસ્ટમોર્ટ રિપોર્ટ બાદ હત્યાનું સાચુ કારણ ખબર પડશે આ સમગ્ર મામલે બોડેલી પી.આઇ. ડી.એસ. વાઢેરે જણાવ્યું હતું કે, અમારી પાસે ખંડણીને લગતી કોઇ વિગતો સામે આવી હતી. પોસ્ટમોર્ટ રિપોર્ટ બાદ હત્યાનું સાચુ કારણ ખબર પડશે.