રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલાં એક શખ્સ વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો. પરંતુ તે શખ્સ નાસતા ફરતા હવાથી LCB પોલીસને માહિતી મળતા આરોપીને સુરતથી પકડીને વધુ તપાસ હાથ ધરી છે.
.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામના રહેવાસી અને હાલ સુરત રહેતા મહેશભાઈ ઉર્ફે માવજી ઉર્ફે માવલો ધીરૂભાઈ રાઠોડ, જેની પર આજથી ત્રણ વર્ષ પહેલાં રાણપુર પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુનો નોંધાયેલો છે. પરંતુ રાણપુર પોલીસ તેની શોધખોળ કરતા હતા તે ત્રણ વર્ષથી નાસતા ફરતા પોલીસને હાથતાળી આપતો હતો. બોટાદ LCB પોલીસને માહિતી મળી હતી કે, પ્રોહીબીશનના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા મહેશભાઈ ધીરૂભાઈ રાઠોડ હાલ સુરત છે. જેથી LCBની ટીમ તાત્કાલિક સુરતના કામરેજ વાવગામ સુર્ય દર્શન સોસાયટીમાં પહોંચીને આરોપી મહેશભાઈ ધીરૂભાઈ રાઠોડને ઝડપી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.