ગ્રેજ્યુએટ થયેલા બાળકો માટેના આ ખાસ કાર્યક્રમમાં રમતો, સંગીત અને મનોરંજક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. બાળકોએ આ વાતાવરણનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે, સંસ્થા દ્વારા ગ્રેજ્યુએટ થયેલા બાળકોને તેમની સિદ્ધિઓની યાદગીરી રૂપે સ્મૃતિચિહ્નો અને પ્રેમ ભેટ આપવામાં આવી હ
.
સંસ્થાના સંચાલક મેઘા વૈદ્યએ જણાવ્યું હતું કે, “આ બાળકોએ અમારી સંસ્થામાં ખૂબ જ મહેનત કરી છે અને આજે તેઓ સફળતાના શિખરો સર કરી રહ્યા છે, તેનો અમને ગર્વ છે. અમે તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ છીએ.” આ વિદાય સમારંભ ગ્રેજ્યુએટ થયેલા બાળકો માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. જેમાં આનંદ, ઉત્સાહ અને પ્રેરણાનો સમન્વય હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.