વડોદરા30 મિનિટ પેહલા
- કૉપી લિંક
વર્ષોથી અમેરિકામાં રહેતા પરિવારીની દીકરી અને દીકરો દીક્ષા લેવા જઈ રહ્યાં છે. બન્ને દીક્ષાર્થીનો જન્મ અમેરિકામાં જ થયેલો છે. આ ભાઈ-બહેને જાતે જ દીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. બન્ને વિદેશમાં પિત્ઝા-બર્ગર ખાઈને ઉછેર્યા હોવા છતાં દીક્ષાનો માર્ગ અપનાવ્યો છે. આજરોજ વડોદરામાં અલકાપુરી જૈન સંઘના દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો પંન્યાસ આગમચંન્દ્રસાગર મહારાજની નિશ્રામાં નીકળ્યો હતો. જેમાં મુમુક્ષુ સાક્ષી તથા અમેરિકાથી આવેલ મુમુક્ષુ કરણ અને મુમુક્ષુ તાન્યાએ વર્ષીદાન ખુલ્લા હાથે રાજમાર્ગો ઉપર લોકોને આપ્યું હતું.
‘ચાર પેઢીમાં પહેલા પુત્ર અને પુત્રી દીક્ષાર્થી