પાટણ જાણીતા ઉદ્યોગપતિએ હાજરી આપી હતી. દરમિયાન તેમણે પાટીદાર અનામત આંદોલન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં અનામત આંદોલનના કારણે પાટીદાર યુવાનોએ શહીદ થયા હોવાનો આરોપ લગાવ્યો હતો અને આંદોલન અનામત માટે નહી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હટ
.
અનામત આંદોલન મુદ્દે ડો. કરસન પટેલે પ્રહાર કર્યા હતા અને હાર્દિક પટેલ સહિતના પાટીદાર અનામત આંદોલન ચલાવનાર પાટીદાર આંદોલનકારી નેતાઓ પર આડકતરા પ્રહારો કર્યા હતા.
પાટીદાર અનામત આંદોલનથી કશું ન મળ્યું-ડો. કરસન પટેલ જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક ડો. કરસન પટેલે જણાવ્યું હતું કે, અમારો સમાજ એ પાટીદાર સમાજ છે. સમાજ એટલે ખેડૂત એટલે ખેડૂતે કોઈ દિવસ હાથ નથી લંબાવ્યો, એને હંમેશા કઈ ને કઈ અપાયું છે. આપણે ત્યાં અનામત આંદોલન થયું હતું. એ પણ પાટીદાર જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહિ, આપણા પાટીદાર યુવાનો શહીદ થયા.
આનંદીબેન મુદ્દે કહ્યું પટેલો પટેલોને ન કાઢે પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જેમણે આંદોલન કર્યું, એમણે રાજકીય રોટ્લો શેકી ખાદો. એટલું જ નહિ, પાટીદારની છોકરી એ ભી લેઉવા પાટીદારની છોકરી સી એમ તરીકે હતી. એમને જાઉં પડ્યું, તો ખરેખર આંદોલન હતું કે કોઈ ને કાઢવાનું હતું. એટલે પટેલો પટેલો ને જ કાઢે એ શકય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે.
સમાજના ઇનામ વિતરણ સમારોહમાં હાજર રહ્યા હતા પાટણ બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળનો ઇનામ વિતરણ સમારોહ શહેરના ખોડાભા હોલ ખાતે યોજાયો હતો. જેમાં મહેમાનોના હસ્તે સમાજના તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું હતું. તો સરકારી નોકરી લાગેલા સમાજના યુવાન-યુવતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બેતાલીસ સમાજ સેવા મંડળના ઇનામ વિતરણ સન્માન સમારોહ કાર્યકમ પત્યા બાદ આ નિવેદનથી ફરી રાજકીય માહોલ ગરમાયો છે.