વલસાડ16 મિનિટ પેહલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે બાર અને હોટલો સહેલાણીઓ ફૂલ થઈ ગઈ હતી. સહેલાણીઓ ન્યુ ઈયરને વેલકમ કરી શકે તે માટે DJ પાર્ટી અને અન્ય વિવિધ આયોજનો કરવામાં આવ્યાં હતા. 31st ની રાત્રીએ DJ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્ય રાત્રીએ 12 કલાકે વિવિધ બાર અને હોટલ સંચાલકોએ ફટાકડા ફોડી આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં સહેલાણીઓ નમો પથ ઉપર આવેલી હોટલ અને બાર સંચાલકોની આતશબાજી જોવા દૂરદૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં દમણ ખાતે આવી પહોંચ્યા હતા. દમણના નમો પથ ઉપર પણ સહેલાણીઓએ ગ્રૂપ સાથે આવીની ગ્રુપમાં ડાન્સ કરવાની મઝા માણી હતી.
સંઘ પ્રદેશ દમણ ખાતે સહેલાણીઓને ન્યુ ઈયરની વેલકમ પાર્ટીમાં