BZ scam Ranjit Sinh Arrested : BZ ગ્રુપ દ્વારા 6000 કરોડ રૂપિયાનું કૌભાંડનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે. આ કેસnના મુખ્ય આરોપી અને BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. ત્યારે અમદાવાદ સીઆઇડી ક્રામ દ્વારા ભૂપેન્દ્રસિંહના ભાઇ રણજીતસિંહની અટકાયત કરીને પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ દરમિયાન સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્રસિંહ સાથે સંપર્ક છે કે નહી. તથા તેમના લોકેશન અને નાણાકીય વ્યવહારોને લગતા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. તપાસ દરમિયાન કંપનીની કેટલીક વિગતો સામે આવી છે, જેમાં 95 કરોડ પાછા આપવા બાકી છે અને 4 કંપનીઓના ઓડીટ રીપોર્ટ સામે આવ્યા છે.
આજે સુનાવણીમાં કોર્ટે ચૂકાદો પેન્ડીંગ રાખ્યો
અત્રે ઉલ્લેખનીય છે BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડના માટે ધરપકડ કરાયેલા એજન્ટ મયુર દરજીની આજે સુનાવણી હતી. કોર્ટમાં તપાસ સંસ્થાએ રજૂ કરેલા સોગંધનામા મુજબ મયુર દરજીના બેંક એકાઉન્ટમાંથી 20 લાખ 4 હજાર BZ ગ્રુપના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આજની સુનાવણીમાં કોર્ટે ચૂકાદો પેન્ડીંગ રાખ્યો હતો.
નાણા ધીરનારના લાયસન્સ પર ઊભી કરી કંપનીઓ
સમગ્ર મામલામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્રસિંહે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.