રાજકોટ મનપા દ્વારા ખર્ચ ઘટાડવા નવા નાણાકીય વર્ષથી મહત્વનો ફેરફાર કરાઈ રહ્યો છે. જે અંતર્ગત હવે આવતીકાલ 1 એપ્રિલથી મનપાનાં 17 વોર્ડ ઓફિસરો, નાયબ એન્જિનિયર, નાયબ આરોગ્ય અધિકારીઓની કાર સુવિધા બંધ કરવામાં આવનાર છે. ચાલુ નાણાકીય વર્ષનાં બજેટમાં સ્ટેન્ડિંગ
.
રાજકોટ મનપાને વાર્ષિક 64.80 લાખની બચત થશે તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે રૂપિયા 3118.28 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વાર્ષિક ખર્ચને ઘટાડવા માટેની જોગવાઈઓ કરાઈ હતી. જે પૈકી અધિકારીઓની કાર સુવિધા બંધ કરવાના નિર્ણયનો અમલ આવતીકાલથી જ શરૂ કરવામાં આવશે હાલ મનપા દ્વારા 17 વોર્ડ ઓફિસરો સહિત 20 જેટલી જેટલી ગાડીને બંધ કરી દેવામાં આવશે. મનપાને દરેક કાર દીઠ માસિક રૂ. 27,000 જેટલું ભાડું ચૂકવવું પડતું હતું. એટલે કે 20 કારનું માસિક 5,40,000 અને વાર્ષિક રૂ. 64.80 લાખની બચત થશે.
અધિકારીઓમાં નારાજગી વ્યાપે તેવી શક્યતા મનપાના વોર્ડ ઓફિસર, નાયબ એન્જિનિયર, નાયબ આરોગ્ય અધિકારીઓ ગાડીનો ઉપયોગ સ્થળ ઉપર સમયસર પહોંચવા તેમજ અન્ય કર્મચારીઓને સાથે લઈ જવા કરતા હોય છે. જે તે વોર્ડના સ્થળ ઉપર પહોંચી કામગીરીને પૂર્ણ કરવામાં વળીગી જતા હોય છે. મનપા 1 એપ્રિલથી તમામ અધિકારીઓ પાસેથી ગાડી પાછી ખેંચી લેવાની છે. જેને લઈને અધિકારીએ સ્થળ પર પહોંચવા હવે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે. શું હવે ફિલ્ડમાં નિરીક્ષણ માટે અધિકારીઓ તેમના સ્વખર્ચે જશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવેથી અધિકારીઓમાં નારાજગીના પ્રશ્નો સામે આવે તેવી શક્યતા છે.