મોરબીના રાજપર રોડ પર રામદેવપીર મંદિર નજીક સમર્પણ ફર્નિચર કારખાના સામે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર નંબર GJ-3-DN-6613ના ચાલકે બે બાઈકને હડફેટે લેતાં ચાર યુવાનને ઈજા પહોંચી હતી.
.
પ્રથમ બાઈક (GJ-36-AD-9733) પર મહેશભાઈ અને રજનીકાંતભાઈ સવાર હતા, જ્યારે બીજા બાઈક (GJ-36-AH-1543) પર ચેતનભાઈ અને તેમના સગા ભાઈ તીરથભાઈ મુસાફરી કરી રહ્યા હતા. કારચાલકે બંને બાઈકને ટક્કર મારતાં ચારેય યુવાનને ઈજા થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
થોરાળા ગામના રહેવાસી અને ઈજાગ્રસ્ત યુવાન મહેશભાઈના પિતા માવજીભાઈ કેશુભાઈ પરમાર (ુ.44)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી કારચાલક સામે ગુનો દાખલ કરી તેને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.બી.ઝાલા કરી રહ્યા છે.