રાજુલાના ધારાસભ્યના જમાઈ ચેતન શિયાળ પર થયેલા જીવલેણ હુમલા મામલે પોલીસે 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે. અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર જાફરાબાદની ટી જેટી પર સામાન્ય બાબતે કુહાડી વડે હુમલો કરાયો હતો. ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતા સાર
.
શું હતો સમગ્ર મામલો? ફરિયાદી ચંદ્રકાન્તભાઈ બચુભાઇ શિયાળે ગુનો નોંધાવ્યો હતો. જેમાં ચંદ્રકાન્તભાઈ શિયાળની બોટ મછીમારી કરી પરત ફરતા સમયે જાફરાબાદ ટી પોઇન્ટ જે.ટી.એ મચ્છી ખાલી કરવા માટે ચંદ્રકાન્તભાઈ તથા પુત્ર રાજેન્દ્રભાઇ જતા હતા. આ સમયે આરોપીઓ બરફનું ટ્રેક્ટર જે.ટી.ઉપર આડું રાખતા ટ્રેક્ટર ચંદ્રકાન્તભાઈ શિયાળએ હટાવી લેવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાય જતા ગાળો આપતા હાજર રહેલા પુત્ર રાજેન્દ્રભાઇ શિયાળ દ્વારા તેમના ભાઈ ચેતનભાઈ શિયાળને ફોન કરી જાણ કરતા ચેતનભાઈ આવી આરોપીઓને સમજાવતા આરોપીઓ ઉશ્કેરાય જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ એકસંપ કરી જાનથી મારી નાખવાના ઇરાદે કુહાડી વતી ચેતનભાઈ ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ચેતનભાઈએ ગળામાં પહેરેલ સોનાનો ચેઇન રૂ.80,000નો ખેંચી લઈ અન્ય વ્યક્તિઓને પણ સાથે પાઇપ ધોકા જેવા હથિયારો વડે ગંભીર ઇજાઓ કરતા મારી નાંખવાની કોશિશ ધાડ સહિત અલગ અલગ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો.
12 આરોપીઓની ધરપકડ કરી યશવંતભાઈ નારણભાઈ બારૈયા ધંધો માછીમારી બોટ માલિક, સિદ્ધાર્થભાઈ યશવંતભાઈ બારૈયા ધંધો માછીમારી, જેન્તીભાઈ ભાણાભાઈ બાળધીયા ધંધો માછીમારી ખલાસી,મહેશભાઈ જીણાભાઈ બાળધીયા માછીમારી ખલાસી,મુકેશભાઈ બાબુભાઈ બાળધીયા માછીમારી ખલાસી,વિરાભાઈ કરશનભાઈ શિયાળ માછીમારી ખલાસી,પરષોત્તમભાઈ કાનાભાઈ શિયાળ માછીમારી ખલાસી,બાબુભાઈ જગાભાઈ બાળધીયા માછીમારી ડોઢીયો,મુકેશભાઈ બાબુભાઈ શિયાળ માછીમારી ખલાસી,માનસિંગભાઈ આણદભાઈ શિયાળ માછીમારી ખલાસી,સંજયભાઈ નારણભાઈ બારૈયા માછીમારી ખલાસી,રાહુલભાઈ બોઘાભાઈ સોલંકી ડ્રાઈવિંગ ખલાસી રેહવાસી તમામ જાફરાબાદ શહેરનાઆરોપીઓની પૂછપરછ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.